________________
પ્રકાશકના બે બોલ
ત્રથમ આવૃત્તિમાંથી) લગભગ અઢીસો વર્ષ પૂર્વે, પોતાની જીવનપ્રભાથી શ્રી જૈનશાસનનાં અનુપમ તત્ત્વોનો પ્રકાશ દિગન્તવ્યાપી બનાવનાર અને અનેક આત્માઓને અજ્ઞાનના અન્ધકારમાંથી પ્રકાશમાં લાવી અનુપમ રીતિએ સ્વપર શ્રેય સાધનાર મહાપુરુષ શ્રી યશોવિજયજી વાચકશેખરની ગૂર્જરગિરામાં ગૂંથાએલી ગૂઢ ભાવવાળી કૃતિઓનો આ સંગ્રહ પ્રસિદ્ધિમાં મુકાય છે.
ગૂર્જર ગિરામાં ગૂંથાએલી આ પદ્યમય કૃતિઓમાં શ્રી જેનશાસને ઉપદેશેલાં અનેક સત્યોનો સંક્ષેપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કૃતિઓનો અભ્યાસ યોગ્ય અભ્યાસકને શ્રી જૈનશાસનનાં સારભૂત તત્ત્વોનો પરિચય કરાવનાર નીવડે તેમ છે. ઉપરાન્ત ગ્રન્થકાર મહાપુરુષના જ્ઞાનની પ્રૌઢતા અને પરોપકારશીલતાનો પણ સુંદર પરિચય આ કૃતિઓથી મળી શકે છે.
પૂજ્યપાદ વાચકશેખર શ્રી યશોવિજયજી ગણિવર્યની ભાષાકૃતિઓ જુદે જુદે સ્થળે છપાએલી છે : પરન્તુ તેનો એક જ સંગ્રહમાં સમાવેશ થાય તો તેથી વધુ લાભ થાય : એ ઇરાદાથી આ સંગ્રહ પ્રસિદ્ધ કરવાનો પ્રયત્ન થયો છે. આ સંગ્રહમાં શ્રી ઉપાધ્યાયજીની ચાલીસ કૃતિઓ તો એવી આપવામાં આવી છે કે
१२
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org