SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હોવે પ્રમાણ; મુજરો માને સવિ તણો રે, સાહિબ તેહ સુજાણ. જિ ૬ વૃષભ લંછન માતા સત્યકી રે, નંદન રૂક્મિણી કંત; વાચક જશ ઈમ વીનવ્યો રે, ભયભંજન ભગવંત. જિ ૭ (૨) શ્રી યુગમંધર જિન સ્તવન ધણરા ઢોલા એ દેશી) શ્રીયુગમંધર સાહિબા રે, તુમશુ અવિહડ રંગ; મનના માન્યા. ચોલ મજીઠ તણી પરે રે, તે તો અચલ અભંગ, ગુણના ગેહા. ૧ ભવિજન મન ત્રાંબુ કરે રે, વેધક કંચન વાન; મ ફરિ ત્રાંબુ તે નવિ હુએ રે, તિમ તુમ નેહ પ્રમાણ. ગુ૦ ૨ એક ઉદક લવ જિમ ભળ્યો રે, અક્ષય જલધિમાં સોય; મ તિમ તુજશું ગુણ નેહલો રે, તુજ સમ જગ નહિ કોય. ગુ૦ ૩ તુજશું મુજ મન નેહલો રે, ચંદન ગંધ સમાન; મ મેળ હુઓ એ મૂળગો રે, સહજ સ્વભાવ નિદાન. ગુ૦ ૪ વપ્રવિજય વિજયાપુરી રે, માત સુતારા નંદ; મ ગજ લંછન પ્રિય મંગલા રે, રાણી મન આનંદ. ગુરુ પ સુદૃઢરાય કુલ દિનમણિ રે, જય જય તું જિનરાજ; મ શ્રીનયવિજય વિબુધ તણા રે, શિષ્યને દ્વિઓ શિવરાજ. ગુ૦ ૬ ૧. માહરે રે ૧૧૪ Jain Education International 2010_02 ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy