________________
મહાવીર સ્વામીનું સ્તવન*
(દેશી : પ૨માતમપૂરણકળા)
સુણ સુગુણ સનેહી સાહિબા ! ત્રિશલાનંદન મહાવીર ! રે, શાસનનાયક ! જગધણી ! શિવદાયક ! ગુણ ગંભીર રે સુણ૦ ૧ તુજ સરિખા મુજ શિર છતે, હવે મોહ તણું નહીં જોર રે, રવિ ઉદયે કહો કિમ રહે, અંધકાર અતિ ઘનઘોર રે.
સુણ ર
વેષ રચી બહુ નવ નવા, હું નાચ્યો વિષમ સંસાર રે, હવે ચરણ શરણ તુજ આવીયો, મુજ ભવની ભાવઠ વાર રે સુણ૦ ૩
હું નિગુણો તો પણ તાહરો, સેવક છું કરૂણા નિધાન રે, મુજ મનમંદિર આવી વસો, જેમ નાશે કર્મ નિદાન રે. મનમાં વિમાસો છો કીયું, મુજ કરો જિનરાજ રે, સેવકના કષ્ટ નિવ ટાળે, એ સાહિબને શિર લાજ રે. તું અક્ષય સુખ અનુભવે, તસ અંગ દીજે મુજ એક રે, તો ભાંજે દુઃખ ભવોભવ તણાં, વળી પામુ પરમ વિવેક રે. શી કહું મુજ મન વાતડી, તુમે સર્વે વિચારના જાણ રે, વાચક જશ એમ વિનવે, પ્રભુ દેજો ક્રોડ કલ્યાણ રે.
* (કૃતિ આ સંગ્રહમાં પ્રથમ વાર ગ્રંથસ્થ થાય છે. • સં.)
૧૧૨
Jain Education International 2010_02
સુણ૦ ૪
For Private & Personal Use Only
સુણ૦ ૫
સુણ૦ ૬
સુણ૦૭
ગુર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
www.jainelibrary.org