SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) શ્રી નમિનાથ જિન સ્તવન [કાજ સીધ્યાં સકળ હવે સાર – એ દેશી મિથિલાપુર વિજય નરંદ, વાસુત નમિ જિનચંદ, નિલપ્પલ લંછન રાજે, પ્રભુ સેવ્યો ભાવઠ ભાજે. ૧ ધનુષ પન્નર ઉંચ શરીર, સોવન વાન સાહસ ધીર; એક સહસશ્ય લીયે નિરમાય, વ્રત વરસ સહસ દશ આય. ર સમેતશિખરગિરિ આરોહી, પોહતા શિવપુર નિરમોહી; મુનિ વીસ સહસ શુભ નાણી, પ્રભુના ઉત્તમ ગુણખાણી. ૩ વલી સાધવીનો પરિવાર, એકતાલીસ સહસ ઉદાર; સુર ભકૃટિ દેવી ગાંધારી, પ્રભુ શાસન સાનિધ્યકારી. ૪ તુજ કી રતિ જગમાં વ્યાપી, તું પ્રતપે પ્રબળ પ્રતાપી; બુધ શ્રીનયવિજય સુશીસ, ઈમ દીયે નિત નિત આશિષ. ૫ (૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન ઢિાળ ફાગની, ભમર ગીતાની દેશી) સમુદ્રવિજય શિવાદેવી, નંદન નેમિકુમાર, શૌરીપુર દશ ધનુષનું, લંછન શંખ સફાર. એક દિન રમતો આવિયો, અતુલીબળ અરિહંત; જિહાં હરિ આયુધશાળા, પૂરે શંખ મહંત. ૧ હરિ ભય ભરી તિહાં આવે, પેખે નેમિનિણંદ, સરિખે શ્રમ બળ પરખે, તિહાં જીતે જિનચંદ. ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy