________________
(૩) શ્રી સંભવનાથ જિન સ્તવન
મહાવિદેહ ખેત્ર સોહામણું – એ દેશી) માતા સેના જેહની, તાત જીતારી ઉદાર લાલ રે; હેમ વરણ હય લંછનો, સાવસ્થિશિણગાર લાલ રે.
સંભવ ભવભયભંજણો. ૧ સહસ પુરુષશું વ્રત લિયે, ચ્યારસે ધનુષ તનુમાન લાલ ર, સાઠ લાખ પૂરવ ધરે, આઉખું સુગુણનિધાન લાલ રે. સં. ૨ દોય લાખ મુનિવર ભલા, પ્રભુજીનો પરિવાર લાલ રે; ત્રણ લાખ વર સંયતી, ઉપર છત્રીસ હજાર લાલ રે. સં. ૩ સમેતશિખર શિવપદ લહ્યું, તિાં કરે મહોચ્છવ દેવ લાલ રે; દુરિતારી શાસનસુરી, ત્રિમુખ યક્ષ કરે સેવ લાલ ર. સં૪ તું માતા તું મુજ પિતા, તું બંધવ ચિહું કાળ લાલ રે, શ્રીનયવિજય વિબુધ તણો, શીશ કહે દુઃખ ટાળ લાલ રે. સં. ૫
(૪) શ્રી અભિનંદન જિન સ્તવન
-
હિવે અવસર પામી અથવા શારદ બુદ્ધિદાઈ – એ દેશી)
અભિનંદન ચંદન શીતલ વચનવિલાસ, સંવર સિદ્ધારા નંદન ગુણમણિ વાસ; ત્રણસે ધનુ પ્રભુ તનુ ઉપર અધિક પચાસ, એક સહસશ્ય દીક્ષા લિયે છાંડી ભવપાર. ૧ કંચનવાન સોહે વાનર બંછન સ્વામી,
પચાસ લાખ પૂરવ આયુ ધરે શિવગામી; ચૌદ બોલની ચોવીશી-ત્રીજી
૯૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org