________________
૮૮
(૨૪) શ્રી મહાવીર જિન સ્તવન
[સમકિત દ્વારગભારે પેસાંજી એ દેશી)
દુઃખ ટળિયાં મુખ દીઠે મુજ સુખ ઉપન્યાં રે, ભેટચા ભેટચા વીર જિણંદ રે;
હવે મુજ મનમંદિરમાં પ્રભુ આવી વસો રે, પામું પામું પરમાનંદ રે. ૬૦ ૧
પીઠબંધ ઈહાં કીધો સમકિતવજ્રનો રે, કાચો કાઢો કચરો તે ભ્રાંતિ રે; ઈહાં અતિ ઊંચા સોહે ચારિત્ર ચંદ્રુઆ હૈ, રૂડી રૂડી સંવર ભિત્તિ રે. ૬૦ ર કર્મવિવર ગોખે ઈહાં મોતી ઝૂમણાં રે, ઝુલઈ ઝૂલઈ ધીગુણ આઠ રે; બાર ભાવના પંચાલી અચરજ કરે રે, કોરી કોરી કોરણી કાઠ રે. ૬૦ ૩
ઈહાં આવી સમતારાણીચું પ્રભુ રમો રે, સારી સારી થિરતા સેજ રે;
કિમ થઈ શકયો એક વાર જો આવશો રે; રંજ્યા રંજ્યા હિયડાની હેજ રે. ૬૦ ૪
વયણ અરજ સુણી પ્રભુ મનમંદિર આવિયા રે, આપે તૂઠા તૂઠા ત્રિભુવનભાણ રે; શ્રીનયવિજય વિબુધ પયસેવક ઈમ ભણે રે, તેણિ પામ્યા કોડિ કલ્યાણ રે. ૬૦ ૫
Jain Education International 2010_02
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org