________________
શિર છત્ર વિરાજે રે, દેવદુંદુભિ વાજે રે; ઠકુરાઈ ઈમ છાજે, તોહિ અકિંચનો રે. ૨ થિરતા ધતિ સારી રે, વરી સમતા નારી રે, બ્રહ્મચારી શિરોમણિ, તો પણ તું કહ્યો છે. ૩ ન ધરે ભવરંગો રે, નવિ દોષાસંગો રે, મૃગલંછન ચંગો, તોપણ તું સહી રે. ૪ તુજ ગુણ કુણ આખે રે, જગ કેવળી પાખે રે, સેવક જશ ભાખે, અચિરાસુત જયો રે. ૫
(૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન
ઢાલ વિંછીયાની સુખદાયક સાહિબ સાંભળો, મુજને તુમશ્ય અતિ રંગ રે; તમે તો નિરાગી હુઈ રહ્યા. એ શ્યો એકંગ ઢંગ રે. સુ૧ તુમ ચિત્તમાં વસવું મુજ તણું, તે તો ઉબર ફૂલ સમાન રે, મુજ ચિત્તમાં વસો જો તમે, તો પામ્યા નવે નિધાન રે. સુર શ્રી કુંથુનાથ ! અમે નિરવહું, ઈમ એકંગો પણ નેહ રે; ઇણિ આકીને ફળ પામશું, વળી હોશે દુઃખનો છેક ૨. સુ. ૩ આરાધ્યો કામિત પૂરવે, ચિંતામણિ પણ પાષાણ રે, વાચક જશ કહે મુજ દીજિયે, ઈમ જાણી કોડિકલ્યાણ ૨. સુ. ૪
ચોવીશી બીજી
૮૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org