SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ વલ્લભસંગમ રંગ લીજે, અણવાહલા હોયે દૂર સહજેજી; વાંછા તણો વિલંબ ન દૂજો, કારજ સીઝે ભૂરિ સહજજી. શ્રી. ૪ ચંદ્રકિરણ યશ ઉજ્વલ ઉલ્લર્સ, સૂર્ય પ્રતાપી દીપેજી; જે પ્રભુભક્તિ કરે નિત્ય વિનયે, તે અરીયણ બહુ પ્રતાપી ઝીપેજી. શ્રી ૪ મંગળમાળા લછિવિશાળા, બાલા બલ્લે પ્રેમે રંગેજી; શ્રીનયવિજય વિબુધ પયસેવક, કહે લહિયે પ્રેમસુખ અંગેજી. શ્રી. ૫ (૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન આટલા દિન હું જાણતો રે હાં – એ દેશી) તોરણથી રથ ફરી ગયા રે હાં, પશુઆં શિર દેઈ દોષ મેરે વાલમા; નવભવ નેહ નિવારીયો રે હાં, શ્યો જોઈ આવ્યા જોષ. મે૧ ચંદ્ર કલંકી જેહથી રે હાં, રામ ને સીતા વિયોગ, મે, તેહ કુરંગને વયસડે રે હાં, પતી આવે કુણ લોક ? મે ૨ ઉતારી હું ચિત્તથી રે હાં, મુગતિ ધૂતારી હેત; મે. સિદ્ધ અનંતે ભોગવી રે હાં, તેહર્યું કવણ સંકેત. મે૩ પ્રીત કરતાં સોહલી રે હાં, નિરવહતાં જંજાળ, મે, જેવો વ્યાલ ખેલાવવો રે હાં, જેહવી અગનની ઝાળ. મે૪ જો વિવાહ અવસર દિઓ રે હાં, હાથ ઉપર નહિ હાથ; મે, દીક્ષા અવસર દીજીયે રે હાં, શિર ઉપર જગનાથ. મે ૫ ઈમ વિલવતી રાજુલ ગઈ રે હાં, નેમિ કને વ્રત લીધ; મે. વાચક યશ કહે પ્રણમીયે રે હાં, એ દંપતી દોય સિદ્ધ, મે, ૬ ૭ર ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy