________________
(૧૩) શ્રી વિમલનાથ જિન સ્તવન
નિમો રે નમો શ્રી શત્રુંજય ગિરિવર – એ દેશી) સેવો ભવિયાં વિમલજિનેસર, દુલ્લા સજ્જન સંગાજી; એહવા પ્રભુનું દરિશણ લહેવું, તે આળસમાંહિ ગંગાજી. સે. ૧ અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલોજી; ભૂખ્યાને જિમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘહેલોજી સે. ૨ ભવ અનંતમાં દરિશણ દીઠું, પ્રભુ એવા દેખાડેજી; વિકટ ગ્રંથિ જે પોળ પોળિયો, કર્મવિવર ઉઘાડેજી સે. ૩ તત્ત્વ પ્રીતિકર પાણી પાએ, વિમલાલોકે આંજિજી; લોયણ ગુરુ પરમાન દિએ તવ, ભ્રમ નાંખે સવિ ભાંજિજી. સે. ૪ ભ્રમ ભાંગ્યો તવ પ્રભુશું પ્રમે, વાત કરું મન ખોલીજી; સરલ તણે જે હીયડે આવે, તેહ જણાવે બોલીજી. સે૫ શ્રીનયવિજય વિબુધ પય સેવક, વાચક જણ કહે સાચું જી; કોડિ કપટ જો કોઈ દિખાવે, તોહી પ્રભુ વિણ નવિ રાચું જી. સે. ૬
(૧૪) શ્રી અનંતનાથ જિન સ્તવન
સાહેલડીયાં – એ દેશી) શ્રી અનંતજિનશું કરો સાહેલડિયાં, ચોલ મજીઠનો રંગરે ગુણ વેલડિયા; સાચો રંગ તે ધર્મનો સા, બીજો રંગ પતંગ રે. ગુ. ૧ ધર્મરંગ કિરણ નહિ સા, દેહ તે જિરણ થાય રે, ગુરુ સોનું તે વિણસે નહિ સા, ઘાટઘડામણ જાય રે. ગુર
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org