________________
રાગભરે જનમન રહો, પણ ત્રિફુંકાળ વૈરાગ; ચિત્ત તુમારા રે સમુદ્રનો, કોઈ ન પામે રે તાગ. શ્રી ૩ એહવાશું ચિત્ત મેળવ્યું. કેળવ્યું પહેલાં ન કાંઈ; સેવક નિપટ અબુઝ છે, નિરવહશો તુમે સાંઈ. શ્રી ૪ નિરાગીશું રે કિમ મિલે, પણ મળવાનો એકાંત; વાચક જશ કહે મુજ મિલ્યો, ભક્ત કામણ તંત. શ્રી ૫
(૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
મોતીડાની અથવા સાહિબા મોતિડો રે હમારો
એ દેશી)
સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારું ચોરી લીધું; સાહિબા વાસુપૂજ્ય જિણંદા, મોહના વાસુપૂજ્ય. અમે પણ તુમશું કામણ કરશું, ભક્તે ગ્રહી મનઘરમાં ધરશું. સા૰ ૧ મનઘરમાં ધરીયા ઘરશોભા, દેખત નિત્ય રહેશો ચિર થોભા; મનવૈકુંઠ અકુંઠિત ભગત, યોગી ભાખે અનુભવ યુગતું. સા ર ક્લેશે વાસિત મન સંસાર, કલેશરહિત મન તે ભવપાર; જો વિશુદ્ધ મન ઘર તુમે આયા; પ્રભુ તો અમે નવનિધિ ઋદ્ધિ પાયા.
સા૦ ૩
સાત રાજ અલગા જઈ બેઠા, પણ ભગત અમ મનમાંહિં પેઠા; અળગાને વળગ્યા જે રહેવું, તે ભાણા ખડખડ દુઃખ સહેવું સા૰ ૪ ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ખીરનીર પરે તુમસું મિલશું, વાચક જશ કહે હે હળશું. સા૰ પ
ચોવીશી પહેલી
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૬૫
www.jainelibrary.org