________________
(૧૦) શ્રી શીતલનાથ જિન સ્તવન
અલિ અલિ કદી આવેગો – એ દેશી) શ્રી શીતલજિન ભેટીએ, કરી ભક્ત ચોખું ચિત્ત હો; તેહગ્ધ કહો છાનું કિડ્યું, જેહને સોંપ્યાં તન મન વિત્ત હો. શ્રી. ૧ દાયકનામે છે ઘણા, પણ તું સાયર તે કૂપ હો; તે બહુ ખજૂઆ તગતગે, તું દિનકર તેજ સ્વરૂપ હો. શ્રી. ૨ મોટો જાણી આદર્યો, દારિદ્ર ભાંજો જગતાત હો; તું કરૂણાવંત શિરોમણિ, હું કરૂણાપાત્ર વિખ્યાત હો. શ્રી. ૩ અંતરયામી સવિ લહો, અમ મનની જે છે વાત હો; મા આગળ મોસાળનાં, શ્યાવરણવવા અવદાત હો. શ્રી. ૪ જાણો તો તાણો કિસ્યું, સેવા ફળ દીજે દેવ હો; વાચક જણ કહે ઢીલની, એ ન ગમે મુજ મન ટેવ હો. શ્રી. ૫
(૧૧) શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન
કિરમ ન છૂટે રે પ્રાણીઆ – એ દેશી) તમે બહુમૈત્રી રે સાહિબા, માહરે તો મન એક; તુમ વિણ બીજો રે નહિ ગમે, એ મુજ મોટી રે ટેક,
શ્રી શ્રેયાંસ કૃપા કરી. ૧ મન રાખો તુમે સવિ તણાં, પણ કિહાંએક મલી જાઓ; લલચાઓ લખ લોકને, સાથી સહજ ન થાઓ. શ્રી. ર
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org