________________
(૯) શ્રી સુવિધિનાથ જિન સ્તવન સુિણો મેરી સુજની રજની ન જાવે રે – એ દેશી) લઘુ પણ હું તમ મન નવિ માવું રે, જગગુરુ તુમને દિલમાં લાવું રે, કુણને દીજે એ શાબાશી રે, કહો શ્રી સુવિધિનિણંદ વિમાશી રે. લ. ૧ મુજ મન અણુમાંહિ ભક્તિ છે ઝાઝી રે, તેહ દરીનો તું છે માજી રે, યોગી પણ જે વાત ન જાણે રે, તે અચરિજ કુણથી હુઓ ટાણે રે. લ૦ ૨ અથવા થિરમાંહી અસ્થિર ન ભાવે રે, મોટો ગજ દરપણમાં આવે રે, જહને તેજે બુદ્ધિ પ્રકાશી રે, તેહને દીજે એ શાબાશી રે. લ૦ ૩ ઉર્ધ્વમૂલ તરૂઅર અધ શાખા રે, છંદપુરાણે એવી છે ભાખા રે,
ચરિજ વાળે અચરિજ કીધું રે; ભક્ત સેવક કારજ સીધું રે. લ૦ ૪ લાડ કરી જે બાળક બોલે રે, માતપિતા મન અમીયને તોલે રે, શ્રી નયવિજય વિબુધનો શીશ રે, જશ કહે ઈમ જાણો જગદીશ રે. લ૫
ચોવીશી પહેલી
૬૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org