SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અને ભાવની વચ્ચે જ જ્યાં સ્યાદ્વાદ વારિ વહે છે તેનાથી ભીંજાયેલો જ એ પ્રવાહ હશે. તેમાં એકાંતને અવકાશ જ નહીં હોય. જ્યાં અનેકાંત ત્યાં અર્હત્ની મુદ્રા છે. એકાંત છે તે મિથ્યાત્વ અને અનેકાંત તે સમ્યક્ત્વ. આ આપણને શીખવનારા ઉપાધ્યાયજી મહારાજ છે. વર્તમાન શ્રીસંઘને શ્રમણ ભગવાન મહાવીર મહારાજા સાથે સંબંધ જોડી આપનાર ઉપાધ્યાયજી મહારાજનાં વચનો છે. આપણા જીવનનો આધા૨વડ ઉપાધ્યાયજી મહારાજ છે. તેની છાયા શીતકાળે ઉષ્ણતાનો અનુભવ કરાવે છે અને ઉષ્ણકાળે શીતળતાનો અનુભવ કરાવે છે. તે ક્ષણિકને ક્ષણિક અને શાશ્વતને શાશ્વત તરીકે ઓળખવામાં જરૂરી અજવાળું પૂરું પાડે છે. આજે તો ચોગરદમ ક્ષણિકના થૂલાને સીઝવવા માટે શાશ્વત સુખડને હોમવાની હોડ ચાલી છે. કામચલાઉ ચળકાટ માટે કાયમી સંપત્તિ ગીરવે મૂકતાં અચકાતા નથી. ક્યારેક તો લાગે કે ચાવીવાળાં રમકડાં ખરીદવા ઘરેણાં વેચી દે છે અને તેનો ગર્વ કરે છે. આવા યુગમાં ઉપાધ્યાયજી મહારાજનાં માત્ર ગુજરાતી પદ્ય વચનો પણ ઊંચે ચઢવામાં ઊંચું આલંબન પૂરું પાડે છે. આ સંગ્રહની ઉત્પત્તિકથા કાંઈક આવી છે. વિ. સં. ૧૯૮૬ આસપાસની વાત છે. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ દીક્ષા પહેલાં પૂજ્યપાદ સાગરજી મહારાજના સંપર્કમાં પણ હતા જ. સાગરજી મહારાજનું નામ ગીતાર્થપુરુષ તરીકે સંઘમાં જાણીતું હતું. ભગવાનદાસે તેઓને પૂછ્યું. દીક્ષાગ્રણ કર્યા બાદ આપના જેટલા બધા ગ્રન્થો વાંચી શકાય તેવું લાગતું નથી તો બધાં શાસ્ત્રોનો સાર આવી જાય તેવા ગ્રન્થો અને તે પણ ગુજરાતીમાં હોય તો તે બતાવવાની કૃપા કરો. તે વખતે સાગરજી મહારાજે કહ્યું ઃ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી Jain Education International 2010_02 ७ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy