________________
કાળલબ્ધિ મુજ મતિ ગણો, ભાવલબ્ધિ તુમ હાથ રે, લડથડતું પણ ગજબચ્ચું, ગાજે ગજવર સાથે રે. સં૮ દેશ્યો તો તુમહી ભલા, બીજા તો નવિ યાચું રે, વાચક જશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે. સં. ૫
(૪) શ્રી અભિનંદન જિન સ્તવન
સિક્યો હો પ્રભુ – એ દેશી) દીઠી હો પ્રભુ દીઠી જગગુરુ તુજ, મૂરતિ હો પ્રભુ મૂરતિ મોહનવલડીજી; મીઠી હો પ્રભુ મીઠી તાહરી વાણી, લાગે હો પ્રભુ લાગે જેસી શેલડીજી ૧ જાણું હો પ્રભુ જાણું જન્મ કચ્છ, જો હું તો પ્રભુ જો હું તુમ સાથે મિલ્યોજી; સુરમણિ હો પ્રભુ સુરમણિ પામ્યો હથ્થ, આંગણે હો પ્રભુ આંગણે મુજ સુરતરૂ ફળ્યોજી. ર જાગ્યા હે પ્રભુ જાગ્યા પુણ્ય અંકૂર, માગ્યા હો પ્રભુ મુહ માગ્યા પાસા ઢળ્યાજી; ગૂઠા હો પ્રભુ વૃઠા અમીરસ મેહ, નાઠા હો પ્રભુ નાઠા અશુભ શુભ દિન વળ્યા. ૩ ભૂખ્યાં હે પ્રભુ ભૂખ્યાં મિલ્યાં ઘૂતપૂર, તરસ્યાં હે પ્રભુ તરસ્યાં દિવ્ય ઉદક મળ્યાં છે; થાક્યાં હે પ્રભુ થાક્યાં મિલ્યાં સુખપાલ,
ચાહતાં હો પ્રભુ ચાહતાં સજ્જન હેજ હળ્યાંજી. ૪ ચોવીશી પહેલી
- ૫૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org