________________
(૨) શ્રી અજિતનાથ જિન સ્તવન
[નિંદરડી વેરણ હોઈ રહી
એ દેશી]
અજિતજિણંદણું પ્રીતડી, મુજ ન ગમે હો બીજાનો સંગ કે; માલતી ફૂલે મોહીયો, કિમ બેસે હો બાવળતરૂ ભંગ કે. અ ૧ ગંગાજળમાં જે રમ્યા, કિમ છિલ્લર હો રતિ પામે મરાળ કે; સરોવર જલધર જળ વિના, નવિ ચાહે હો જગ ચાતકબાળ કે. અર કોકિલ કલકૂજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે; આછાં તરૂઅર નવ ગમે ગિરૂઆસું હો હોયે ગુણનો પ્યાર કે. અ૦ ૩ કમલિની દિનકર કર ગ્રહ, વલી કુમુદિની હો ધરે ચંદણું પ્રીત કે; ગૌરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમળા નિજ ચિત્ત કે. અ૰ ૪ તિમ પ્રભુચ્ચું મુજ મને રમ્યું, બીજા સુર હો વિ આવે દાય કે; શ્રીનયવિજય સુગુરૂતણો, વાચક જશ હો નિત નિત ગુણ ગાય કે.
અ પ
૫૮
(૩) શ્રી સંભવનાથ જિન સ્તવન
મિન મધુકર મોહી રહ્યો એ દેશી]
-
સંભવજિનવર વિનતિ, અવધારો ગુણજ્ઞાતા રે; ખામી નહિ મુજ ખિજમતે, કદિય હોશ્યો ફળદાતા રે. સં ૧
કર જોડી ઊભો રહું, રાત દિવસ તુમ ધ્યાને રે; જો મનમાં આણો નહિ, તો શું કહિયે થાંને રે. સં૰ ર ખોટ ખજાને કો નહિ, દીજૈ વંછિત દાનો રે; કરૂણાનજર પ્રભુજી તણી, વાધે સેવક વાનો રે. સં ૩
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
Jain Education International_2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org