________________
૪૨
૧૧ ગણધર નમસ્કાર
૧. ઇંદ્રભૂતિ
પહિલો ગણધર ઇન્દ્રભૂતિ, વસુભૂતિ મલ્હાર, પૃથ્વીમાતા ગુણ અવદાત, જાયો જયકાર. કારણ વિણ ઉપગાર બુદ્ધિ ત્રિભુવન આધાર, ધારણ ધ્યાન સમાધિ શુદ્ધિ મુનિકુલ શૃંગાર. ગારવરહિત સુહંકરુ એ બાણું વરસ તે આય, જીવ સંશય જિન બૂઝવ્યો પ્રણમેં જસ ઉવજ્ઝાય. ૧
૨. અગ્નિભૂત
અગનિભૂતિ બીજો નમું હુઓ ગોબર ગામેં, સુત પૃથિવી વસુભૂતિનો વરિઓ ગુણ અભિરામેં; કરમ સંદેહિં દીખીઓ જિન શુભ પરિણામેં વિચ સંવર આદરી, બહુ નગર ને ગામેં; ગામ ગામ વિચરતો એ, કરે ભવિક ઉપગાર; વરસ ચિહ્ત્તર આઉખું, વાચક જસ જયકાર.
Jain Education International 2010_02
૨
ગુર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org