________________
વીર શ્રુતિપદઈ બૂઝવ્યો, એ તો જીવ તણો સંદેહી રે, શ્રી નવિજય સુસીસનઈ, ગુરુ હોજો ધર્મસનેહી રે. ભ૦૭
૨. અગ્નિભૂતિ ભાસ
[ઢોલ - લાલદે માત મલ્હાર ગોબર ગામ સમૃદ્ધ, અગનિભૂતિ સુપ્રસિદ્ધ આજ હો બીજો રે, ગણધર વર-મહિમા-મંદિરૂજી. ૧ પૃથિવી તેહની માત, શ્રી વસુભૂતિ તે જાત; આજ હો સોહઈ રે, મન મોહઈ જનમિઓ કૃત્તિકાજી. ર ગૃહિપણઈ વરસ છયાલ, બાર છમિત્વની કાલ; આજ હો સોલાઈ રે, રંગ રોલઈ જિન પદ ભોગવ્યુંજી. ૩ આયુ ચિહોત્તરી વર્ષ પણસય સીસ સહર્ષ; આજ હો જેહનું રે, અતિ ઉત્તમ ગૌતમ ગોત્ર કંઈજી. ૪ ભાજ્યો કર્મસંદેહ, વીરસ્યું નેહ અછત, આજ હો તેહનઈ રે, મુખ દીઠઈ નઈ દુખ સવજી. ૫ ગગનઈ ઊગઈ ચંદ, કરઈ ચકોર આનંદ, આજ હો દૂર પણિ સુખ પૂર, સુનજરિ તિમ ફલઈજી. ૬ દેખી ભગતિ પડૂર, રહો મુઝ ચિત્ત હજુર; આજ હો રાગઈ રે અથાગ વાચક જશ કહઈજી. ૭
શ્રી ગણધર ભાસ
૩૭.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org