SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ ज्ञानसार સાધક મુનિભાવમાં હોય એટલે કે મૌન હોય ત્યારે જ તે મુનિ કહેવાય, અન્યથા ન કહેવાય. યોગીનું મૌન કેવું હોય? તો શ્લો. ૧૩/૩ માં જણાવ્યું છે કે પુદ્ગલથી નિવૃત્તિ તે મૌન, તે જ ચારિત્ર. આ તો ખૂબ આગળની કક્ષા છે. પરની અંદર અકર્તૃત્વ તે મૌન છે. જો ૧/૨ (આત્માઽડત્મત્યેવ... શ્તા મુને ) આ શ્લોકમાં આત્મા વિષે નિશ્ચયનયની જ વાત છે. આત્મા આત્મામાં આત્માને આત્મા વડે જ જાણે છે તે જ તેનું જ્ઞાન, તે જ તેનું દર્શન, તે જ તેનું ચારિત્ર છે. જ્ઞાન-દર્શન-ચારિત્રની એકતા–ત્રણેનો અભેદ મુનિને છે. ‘એકતા એટલે અભેદપરિણતિ' આ ખૂબ ઊંડો અર્થ કાઢીને બહુ મોટી વાત કરી છે. ખૂબ ઊંચી અવસ્થાની વાત છે અને તેને યોગશાસ્ત્રનો સાક્ષી પાઠ આપીને દઢ કરે છે. પોતાની વાત રજૂ કરતાં ‘સમયપ્રાકૃત’નું અવતરણ આપે છે અને તે આપતાં પહેલાં તેનો અર્થ જણાવે છે. “જે સાધક કેવળ આત્માને જાણે છે તે અભેદનયથી શ્રુતકેવલી છે. જે સાધક શ્રુત વડે માત્ર શબ્દો દ્વારા જ આત્માને જાણે છે તેને આત્માનો અનુભવ ક૨વાનો તો બાકી જ રહે છે તેથી તેવા સાધક ભેદનયથી શ્રુતકેવલી કહેવાય.” ‘આત્મા દ્વિવિધ પરિજ્ઞાએ એકત્વપૃથકપરિણત સ્વદ્રવ્યને જાણે' આ યોગશાસ્ત્રની ભાષા છે. ‘એકત્વપૃથકપરિણત' એ શુક્લધ્યાનના ચાર પાયા પૈકીનો એક પાયો છે. ‘એકત્વ’ એટલે એકલા આત્માને, ‘પૃથક' એટલે સર્વ પુદ્ગલથી જુદો, ‘પરિણત' એટલે એ ભાવથી ‘પરિણત', ‘સ્વદ્રવ્ય એટલે આત્મા. “એકલો આત્મા સર્વ પુદ્ગલથી જુદો અને એ ભાવથી પરિણત આત્મા.” એવો અર્થ થાય. ોજ રૂ/રૂ (ચારિત્રમાત્મવરળાવ્.. ઝિયાનવે ) સમગ્ર ‘જ્ઞાનસાર' કૃતિમાં ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનને જ મુખ્ય ગણે છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, અભયદેવસૂરિ, ઉમાસ્વાતીજી વગેરે દર્શનને મહત્વનું ગણીને દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ કહીને પ્રથમ સ્થાન દર્શનને આપે છે. તેઓ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy