________________
શાણો બની શોભારૂપ બનેલો દીસે છે.
એ ઢાળની છેલ્લી કડીમાં આપેલા તેમના જીવનના અંતિમ સંદેશાને ઝીલીને આજે અહીં અટકીશું. સંદેશો આ પ્રમાણે છે:
તેઓ પોતાના જીવનમાં નિર્દભ હતા અને દંભને ધર્મના ક્ષેત્રમાં જીવલેણ શત્રુ માનતા હતા. એ ભાવ એમણે અધ્યાત્મસાર વગેરે ગ્રંથોમાં મુક્ત કલમે સુપેરે પ્રકટ કર્યો જ છે. અહીં એ ભાવ એક દૃષ્ટાંત સાથે કહે છે. સાવધાન થઈને સાંભળો.
થોડે પણ દંભે દુઃખ પામ્યા, પીઠ અને મહાપીઠો અનુભવવંત તે દંભ ન ધારે, દંભ ધરે તે ધીઠો.
મુજ સાહિબ જગનો તૂઠો. આનો અર્થ તો તમે સમજી ગયા હશો. પીઠ-મહાપીઠની વાત તો જાણીતી છે જ.
હવે પછી તેઓના સંસ્કૃત ગ્રંથોની, તેઓના ઉપદેશની અસર શ્રાવક સંઘમાં કેવી થઈ છે, તેમના સમકાલીન વિદ્વાન મુનિવરો સાથેના તેઓના સંબંધો કેવા હતા વગેરે વગેરે અધિકાર આગળ જોઈશું.
૮૨ • યશોજીવન પ્રવચનમાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org