SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ પૂર્વ ગ્રંથોમાંથી છેલ્લું પૂર્વ પણ જ્યારે વીસરાતું જતું હતું ત્યારે શ્રી હરિભદ્રસૂરિજીએ આ પૂર્વગ્રંથોને ક્યાંક સંક્ષેપથી તો ક્યાંક વિસ્તારથી વણી લીધાં છે, એટલે તેમના સાહિત્યના મૂળ સ્રોત પૂર્વગ્રંથોમાં જ મળે છે. આ સિવાય બીજા કોઈ વિદ્વાનોએ, સાધુમુનિવરોએ શ્રીહરિભદ્રસૂરિજીના સાહિત્યનો ખાસ ઉપયોગ કર્યો નથી. શ્રી યશોવિજયજીના સમય સુધી શ્રી હરિભદ્રસૂરિજીએ રચેલા સાહિત્યની કૃતિઓના તાડપત્રીય ગ્રંથો સચવાયેલા હતા. તેનું અધ્યયન કરતાં ઉપાધ્યાયજીને જણાય છે કે જિનશાસન માટે અત્યારે જે કાંઈ જરૂરી છે, જે કાંઈ તથ્યપૂર્ણ સત્ય છે તે તો આમાં પડેલું છે. એટલે તેઓ શ્રી હરિભદ્રસૂરિજીની કેટલીયે કૃતિઓનો ઉપયોગ કરીને પોતાની કૃતિઓ રચી છે. શ્રી હરિભદ્રસૂરિજીની કેટલીયે કૃતિઓ દા.ત. ષોડશક, યોગવિંશિકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય વગેરે પર તેમણે વિવરણ લખ્યાં છે. ઉપદેશપદ મહાગ્રન્થના નિષ્કર્ષ રૂપે સંક્ષેપમાં ઉપદેશરહસ્ય ગ્રન્થની રચના કરી તો પંચવસ્તુ મહાગ્રન્થના નિષ્કર્ષ રૂપે સંક્ષેપમાં માર્ગપરિશુદ્ધિ નામનો અદ્ભુત ગ્રન્થ રચ્યો. યોગદૃષ્ટિસમુચ્ચયને સામે રાખી ગુજરાતીમાં તે તે વિષયને સમાવતી આઠ સજ્ઝાયો રચી. આવા તત્ત્વજ્ઞાનને આ રીતે ગેયમાં ગુજરાતીમાં અવતિરત કરવું તે નાનીસૂની સિદ્ધિ નથી. સર્જન અને અનુસર્જન બન્ને તેમને લીલામાત્ર હતાં; સહજ હતાં. ઉપમિતિને તેઓએ સ્વતંત્ર રીતે જ વૈરાગ્યકલ્પલતા નામે આપણી સમક્ષ મૂકી આપી. કારણ ખબર નથી પણ એ જ વિષયને લઈને તે જ રીતે તેઓએ વૈરાગ્યરતિ નામનો તાત્ત્વિક મહાકાવ્ય કહી શકાય તેવો ગ્રન્થ સંઘના ચરણે ભેટ દીધો. જો શ્રીયશોવિજ્યજીએ આવાં કામ ન કર્યાં હોત તો શ્રી હરિભદ્રસૂરિજીનું સાહિત્ય આપણા સુધી પહોંચત નહીં. આ તેમનો મોટો ઉપકાર છે. લઘુહરિભદ્ર ‘એવું બિરુદ તેમને આવા કારણથી જ આપવામાં આવ્યું છે. હવે આપણે ઉપાધ્યાયજીનું વિદ્યાજીવન જોવાનું છે. યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy