________________
૯૪
છે અને એક પાનામાં ચાર/પાંચ કડી વચ્ચે વચ્ચે જગ્યા રાખીને લખાવાતી હોય છે. અને એ રીતે મૂલ ગ્રંથ લખેલી પોથી તેમની પાસે આવી અને એ ખાલી જગ્યામાં બાલાવબોધ લખવાનો શરૂ કર્યો. એક કડીનો બાલાવબોધ એ લહીયાએ રાખેલી જગ્યામાં ન સમાય ત્યારે પાનાના હાંસિયામાં તેઓ લખે છે. લખવાની ઝડપ એટલી બધી છે તેને વિષયનું કાઠિન્ય નડતું નથી. સામે પંક્તિ આવે એટલે ખળખળ વહેતાં ઝરણાંની જેમ કલમ ચાલવા માંડે ક્યારેક ઉતાવળમાં એવું પણ બને કે લખતાં અરધેપહોંચાય અને જેવો ખ્યાલ આવે કે આનો અર્થ તો જુદો જ થાય છે કે તુર્ત પોતે નવીન રીતે એની અર્થ સંગતિ સાધે છે. ઉ.દા. એકસો ચારમી ચોપાઈમાં લહીયાએ લખ્યું છે ત્યાં અવ્યભિચારી જોયું અને તે પ્રમાણે અર્થ કર્યો પછી ઝબકારો થયો અને થવા કરીને શુદ્ધ પાઠ રિ મિત્તિ પાઠ મુજબ સંગત અર્થ આપ્યો.
આ સર્જક પ્રતિભાનો ચમત્કાર છે.
આ રીતે તેઓએ કરેલા શ્રી સંઘ ઉપરના ઉપકારો અને પ્રાસંગિક રીતે કરેલા નામ વગેરેના ઉલ્લેખો જોયા. તે જ રીતે ઉપાધ્યાયશ્રીના ઉલ્લેખો પણ અન્ય સમકાલીનોએ કર્યા છે. તે વિગતો અને બાકી રહેલી તેમના જીવનની વાતો આગળ ઉપર જોઈશું.
યશોજીવન પ્રવચનમાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org