________________
સુ0 તેઓ એમ કહે કે “તમે જાતે ધર્મ પાળો, વ્રત કરો પણ ટોળાં ભેગાં કરીને ધર્મદેશના કરવાનું ટાળો. સમૂહ ભેગો કર્યાનું શું કામ ? કેમકે ઘણું બોલતાં ક્યારેક નિંદાનું સ્થાનક પણ થાય.” ઈમ કહેતાં મારગ ગોપે, ખોટું દૂષણ આરોપે, જે નિર્ભય મારગ બોલે તે કહ્યો દ્વીપને તોલે ! ૬૦ [૪-૩]
બાળ ઇમ તે વાત કહે છે પણિ મારગ ગોપે ક0 શુદ્ધ મારગને ઉલવે છે. ખોટું દૂષણ ક0 ખોટા ખોટા દૂષણનો આરોપણ કરે છે. જે પ્રાણી નિર્ભય ક0 કોઇ પ્રવાહ ન રાખ્યું અને મારગ બોલે ક0 શુદ્ધ મારગ ભાખે તે દ્વીપને તોલે શાસ્ત્રમાં કહ્યો છે. ઉક્ત ચ –
‘जो सम्म जिणमग्गं, पयासए निब्भओ णिरासंसो । તો થવા નાણાં. વામો થવસમુદ્રમ / ? // ૬૦ [૪-૩]
સુ0 આમ કહીને તેઓ શુદ્ધ માર્ગને છુપાવે છે. ખોટું આરોપણ કરે છે. જે શુદ્ધ માર્ગ ભાખે છે તેને શાસ્ત્રમાં ભવસાગર વચ્ચેના દ્વીપની તોલે ગણ્યો છે. અજ્ઞાની ગારવરસીયા, જે જન છે કુમતે સિયા, તેહનો કુંણ ટાલણહાર, વિણ ધર્મ દેશનાસાર. ૬૧ [૪-૪]
બાળ જે અજ્ઞાની ક0 મિથ્યાજ્ઞાની હોય અથવા ગારવરસીયા ક0 ઋદ્ધિગારવ, રસગારવ, શાતાગારવામાં મગ્ન થયા. વલી જે પ્રાણી કુમતિગ્રસીયા ક0 કદાગ્રહે કુશ્રદ્ધાઇ પ્રસાઇ રહ્યા છે એતલે અન્ય અન્ય દર્શનના ગ્રહવંત છે, તેહનો કુંણ ટાલણહાર છછે ? એતલે તે કુમતિ ટાલવા કુંણ સમર્થ હોય ? સાર ધર્મદેશના વિના સુમાર્ગ-કુમાર્ગની સી ખબર પડે? ૬૧ [૪-૪].
સુ0 અજ્ઞાની, ગારવરસિયા અને કુમતિગ્રસ્ત જનોની કુમતિને ધર્મદેશના વિના અન્ય કોણ ટાળી શકે ? ધર્મદેશના વિના સુમાર્ગ-કુમાર્ગોની ખબર શી રીતે પડે ? ગીતારથ જયણાવંત, ભવભીરુ જેહ મહંત, તસ વયણે લોકૅ તરીઈ જિમ પ્રવહણથી ભરદરીઈ ૬૨ [૪ ૫] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org