________________
બાલાવબોધ પ્રવેશિકા
શ્રીસંધ ઉપર પરમકરુણાથી પોતાની ચેતના ભીંજાઇ જાય ત્યારે આ પ્રકારના ગ્રન્થનું સર્જન થાય તેવી સરવાણી હૃદયમાં પ્રકટે છે.
પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ તો સંસ્કૃતગિરાના સ્વામી હતા. ભગવતી શારદાના વરદાનને વરેલા હતા. કાળની સામે ટકી જાય તેવી સંસ્કૃત ભાષામાં જ સતત કાંઈ ને કાંઈ રચના કરતા જ હતા તેમાં આવા વિષયની રચના તેમને મન હ્રૌલા માત્ર ગણાય. તે છતાં ગુજરાતીમાં પઘમાં ઢાળ રૂપે પ્રભુના માર્ગને સ્પષ્ટ કરતી ઢાળો રચીને શ્રીસંઘ ઉપર અનન્ય ઉપકાર કર્યો છે.
આ કૃતજ્ઞતા પહેલી જ પ્રકાશિત કરીને પછી બીજી કૃતજ્ઞતા પૂજ્ય પંડિતશ્રી પદ્મવિજયજી મહારાજ પ્રત્યે પ્રકટ કરવાનું મન રહે છે.
ઉપાધ્યાયજી મહારાજની આ ગૂઢ રચનાને સમજવા માટે શાસ્ત્રપાઠ સહિતનો ગુજરાતી બાલાવબોધ (વિવરણ) રચીને આ ગ્રન્થની મહત્તા આપણા સમક્ષ રજૂ કરી દીધી છે.
વિશ્વકલ્યાણકર પ્રભુએ પ્રરૂપેલો મોક્ષમાર્ગ તે માર્ગ છે. તેનું જ્ઞાન થવું, તેના ઉપર અહોભાવ તથા બહુમાન થવાં, તેની સુરક્ષાની તાલાવેલી જાગવી અને પછી તેનું પ્રણિધાન કરવું : આ પ્રક્રિયાનાં દર્શન ઉપાધ્યાયજી મહારાજના સાહિત્યમાં પદે પદે થાય છે. તેમના જ પગલે ચાલનારા શ્રી પદ્મવિજયજી મહારાજ છે.
એ બન્નેની એક સાથે આન્તરચેતનાને ઝંકૃત કરતી કૃતિ માણવાનો ઉત્સવ આજે ઊજવવો છે. ક્રમની ફિકર કરશો મા. જે પહેલી નજરે ચઢ્યું તે પહેલું.
પહેલી વાત તો ગ્રંથકાર મહાપુરુષની પ્રભુના વચનની વફાદારીને જ પોંખવા જેવી છે. ઉપાધ્યાયજી મહારાજ તો જાહેરમાં પ્રતિજ્ઞા કરે છે :“ બોલીયા બોલ તે હું ગણું સફળ છે. જો તુજ સાખ રે.''
તારી સાક્ષીથી શોભતાં જ વચન હું બોલીશ. તે વચનોને જ હું સફળાં ગણીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org