________________
સંપાદનની આજુબાજુ
ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજની સ્યાદ્વાદથી મંડિત વાણીનું આકર્ષણ તેથી આના પ્રત્યે લગાવ થયો. સ્વાધ્યાયના ભાગ રૂપે અનેકવાર આમાંથી પસાર થયો. જ્યારે સંપાદન માટે કાર્ય હાથમાં લીધું ત્યારે આમાં હામ, હિંમત અને પ્રોત્સાહન ઉપાધ્યાય શ્રી ભુવનચન્દ્રજીએ પૂરાં પાડ્યાં.
એટલું જ નહીં પણ જાતે બધું તપાસી આપ્યું, મિત્રભાવે સૂચનો કર્યાં અને આ ગ્રન્થ વિષે લખી પણ આપ્યું.
પ્રો. કાંતિભાઈ બી. શાહે પણ આ કાર્યને પરિપૂર્ણ કરવા પૂરતા પરિશ્રમથી શણગાર્યું છે.
અમે વાસણા ચોમાસું હતા ત્યારે ધર્મરસિકવાટિકામાં લલિતભાઈ(મુકુંદ,મુંબઈ)એ કહ્યું “આ ૩૫૦ ગાથાના સ્તવનનો સ્વાધ્યાય કરીએ છીએ પણ વાસ્તવમાં જે અર્થબોધ થવો જોઈએ તે થતો નથી. આ ગ્રન્થ અમે સમજીએ તે રીતે પ્રકાશિત થાય તો સારું.’'
ચંદનબાળાશ્રીજીને આ કામ હાથમાં લેવાનો વિચાર હતો. ધીમી શરૂઆત થઈ હતી. એક શ્રાવકની આ સ્તવન વિષેની જિજ્ઞાસા જાણી પ્રમુદિત થયો. રીતસર કામમાં મન લગાવ્યું. પં. પદ્મિવજયજીના આ બાલાવબોધની સં. ૧૮૯૨માં લખાયેલી હસ્તપ્રતના આધારે, પ્રતની જૂની ગુજરાતી ભાષા યથાવત્ જાળવીને, લિવ્યંતર કર્યું, પ્રત્યેક ગાથાના બાલાવબોધની નીચે સંક્ષિપ્ત સુગમાર્થ આપવાનું પણ ગોઠવ્યું. આમ ઘણી પ્રક્રિયામાંથી પસાર થઈને ગ્રન્થ શ્રી સંઘના કરકમલમાં આવે છે.
કિરીટ ગ્રાફિકસવાળા શ્રેણિકે પણ યોગ્ય મહેનત લીધી જ છે. આનો સ્વાધ્યાય થાય અને શ્રી સંઘ માર્ગસ્થ બનવા અભિલાષી બને તે આશા અસ્થાને નહીં ગણાય.
વિદ્યાનગર, ભાવનગર વિજયાદશમી, ૨૦૬૨
Jain Education International
For Private & Personal Use Only
- સંપાદક
www.jainelibrary.org