________________
૨૧
૨૨૪
ઢાળ પંદરમી (સળંગ ગાથા ૨૯૨થી ૩૧૫)
ભાવસાધુપણાને વરેલા મુનિરાજનું ગુણવર્ણન; મુનિરાજ સંયમ-નાવથી ભવસાગરનો પાર પામનાર, વિષય-કાદવથી કમળની પેઠે અલિપ્ત, સિંહની પેઠે શૂરા, જિનવાણીના સાચા પ્રરૂપક, મૂલત્તર ગુણના સંગ્રાહક, ગોચરીના ૪૨ દોષના ત્યાગી, જ્ઞાન-ક્રિયામાં પ્રવર્તક વગેરે; આનાથી વિપરીત-આડંબરી આચરણ કરતા સાધુઓનાં
ઉદાહરણો. ઢાળ સોળમી (સળંગ ગાથા ૩૧૬થી ૩૪૦).
ચેતનાની ચાર અવસ્થાઓ – બહુશયન, શયન, જાગરણ અને બહુજાગરણ; આ અવસ્થા અનુસાર એનાં ગુણસ્થાનકો; કર્મયુક્ત, આત્મા શુદ્ધ આત્મા નથી, જેમ ચૂનાથી ધોળાયેલી ભીંત પોતે ચૂનો નથી; પુદ્ગલ જડ છે, આત્મા જ્ઞાનસ્વરૂપી છે, પણ મૂઢ જીવ અને શરીરને એકરૂપે ગણે; અકળ ને અલખ એવા જીવને નિશ્ચયથી જાણી શકાય; નિશ્ચયનય મોક્ષમાર્ગની દીપિકા; પણ વ્યવહારનય છાંડીને એકલો નિશ્ચયનય ન આદરી શકાય; ગીતાર્થ ગુરુસંગે કરેલો શુદ્ધ વ્યવહાર નિશ્ચયનયમાં નિશ્ચલતા આણે.
તપાગચ્છની પરંપરા અને ગુણનિષ્પન્ન નામાવલિ. ઢાળ સત્તરમી (સળંગ ગાથા ૩૪૧થી ૩૫૪)
સ્યાદ્વાદ દૃષ્ટિએ પ્રભુજીનો કૃપારસ પામ્યાનો ગ્રંથકર્તાનો-ભક્તનો હરખ; ભક્તિરાગ મોક્ષને ખેંચશે એવો અભિલાષ; કેવળ પ્રભુજીની જ આજ્ઞાનો સ્વીકાર; “તપા' બિરદધારી
૨૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org