________________
સુ તેમના બે શિષ્ય થયા : શ્રી જીતવિજયજી અને પં. નયવિજયજી. શ્રી નયવિજયજી ગુરુના પ્રસાદથી કાશીના મઠમાં રહીને ન્યાયશાસ્ત્રનો સવિસ્તાર મર્મ હું પામ્યો.
જેહથી શુદ્ધ લહીઇ સકલ નયનિપુણ, સિદ્ધસેનાદિકૃત શાસ્ત્રભાવા; તેહ એ સુગુરુ-કરુણા પ્રભો,
તુઝ સુગુણ વયણરયણાયરિ મુઝ નાવા. આજ૦ ૩૫૩ [૧૭-૧૩]
બાળ જેહથી ક૦ જે ગુરુના પ્રસાદ થકી શ્રી સિદ્ધસેન આદિ શબ્દથી હરિભદ્રસૂરિ, ઉમાસ્વાતિ વાચક પ્રમુખ લીજીઇં તે પંડિતોના કર્યા જે ભાવ તે શુદ્ધ હિઈ કરુ શુદ્ધ રહસ્ય પામીઈં. વલી તે ભાવ કેહવા છે ? સકલ નયનિપુણ ક0 સમસ્ત જે ન્યાય તેહમાં નિપુણ અથવા સમસ્ત જે નૈગમાદિક નય તેહમાં નિપુણ એહવા જે સંમતિ, તત્ત્વાર્થ, ષટ્કર્શન સમુચ્ચય, નયચક્ર, ધર્મસંગ્રહણી, અનેકાંત જયપતાકા પ્રમુખ ગ્રંથના ભાવ એ ગુર્વાદિકની જે કરુણા ક0 કૃપા, તે કેહવી છે ! હે પ્રભો ! તુઝ કર તુમ્હારું સુગુણ વયણ ક૦ ગુણવંત જે વચન, તદ્રુપ રયણાયરિ ક0 સમુદ્રને વિષે નાવા ક૦ જિહાજ સરીખી છે. એતલે એ ભાવ જે તુમ્હારા વચન રૂપ સમુદ્રનો પાર પામીઇ, જો ગુર્વાદિકની કરુણા રૂપ નાવા હોય તો. મ્હારે ગુરુની કૃપા તે નાવા થઇ. ઇતિ ભાવઃ. ૩૫૩ [૧૭-૧૩]
સુ॰ આવા ગુરુના પ્રસાદથી શ્રી સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, ઉમાસ્વાતિ વાચક આદિ પંડિતોનાં શાસ્ત્રોનું સમસ્ત ન્યાયદર્શન, સમસ્ત નૈગમાદિક નયોથી ભરેલા એવા સંમતિતર્ક, તત્ત્વાર્થ, ષદર્શન સમુચ્ચય, નયચક્ર, ધર્મસંગ્રહણી, અનેકાંત જયપતાકા આદિ ગ્રંથોનું શુદ્ધ રહસ્ય હું પામ્યો. આ ગુરુની કૃપા કેવી છે ! જિનવચનના રત્નાકરમાં જહાજ સરખી છે. એટલે જો ગુરુઆદિની કરુણારૂપ નાવા હોય તો તમારી વાણીરૂપ સમુદ્રનો પાર પામીએ.
(એ ઢાલમાં શ્લોક ૯૫, અક્ષર ૨૨૨.)
૨૫૪
Jain Education International
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org