________________
આજ્ઞા પામી ક્રિયૌદ્ધાર કર્યો, એટલે કે સંવેગમાર્ગ આદર્યો. જે આદરવાથી તીર્થંકર-અદત્ત, ગુરુ-અદત્ત વ. ચોરી ટળી. આ રીતે આચાર્યપરંપરા કહી.
હીરગુર-સીસ અવતંસ મોટો હૂઓ, વાચકાં રાજ કલ્યાણવિજયો, હેમગુરુ સમવિડ શબ્દઅનુશાસને, સીસ તસ વિબુધ વર લાભવિજયો. આજ૦ ૩૫૧[૧૭-૧૧]
બાળ હવે ઉપાધ્યાયજી પોતાની પરંપરા કહે છે. તે પૂર્વે કહ્યા જે શ્રી વિજયહીરસૂરિ, તેહુના સીસ ક૦ શિષ્ય, સમુદાયમાં અવતંસ ક૦ મુગટ સરીખા મોહટા થયા. વાચકાં રાજ ક૦ ઉપાધ્યાયમાં રાજા સરીખા કલ્યાણવિજય ઉપાધ્યાય થયા. હેમગુરુ સમવિડ શબ્દઅનુશાસનેં ક૦ વ્યાકરણે કરી હેમાચાર્ય સરીખા એતલે વૈયાકરણ હતા. સીસ તસ ૧૦ તેહના શિષ્ય વિબુધવર ક0 પંડિતશિરોમણિ લાવિજય ગણિ થયા. ૩૫૧ [૧૭-૧૧]
સુ૦ ઉપાધ્યાયજી પોતાની પરંપરા કહે છે. શ્રી વિજયહીરસૂરિના શિષ્યસમુદાયમાં મુકુટ સરીખા, ઉપાધ્યાયોમાં રાજા સરીખા કલ્યાણવિજય ઉપા. થયા. તેઓ હેમાચાર્ય જેવા વૈયાકરણી હતા. તેમના શિષ્ય લાભવિજય ગણિ થયા.
સીસ તસ જીતવિજયો જયો વિબુધવર, નયવિજય વિબુધા તસ ગુરુ ભાષા;
રહીઅ કાશીમઠે જેહથી હે ભલે, ન્યાયદર્શન વિપુલ ભાવ પાયા. આજ૦ ૩૫૨ [૧૭-૧૨]
બાળ તેહના શિષ્ય બે (૨). તેહમાં એક શ્રી જીતવિજયજી, જયો ક૦ જયવંતા, વિબુધવર ક૦ પંડિતપ્રધાન, તથા બીજા પં. શ્રી નયવિજયજી થયા. તસ સુગુરુ ભાયા ક૦ તે જીતવિજયજીના ગુરુભાઇ થાય. રહીઅ કાશીમઠે ક૦ કાશીના મઠને વિષે રહીને જેહથી ક0 જે ગુરુના પ્રસાદથી મ્હેં, ભલે ક૦ ભલી રીતે મ્હેં ન્યાયદર્શન ક0 ન્યાયશાસ્ત્રના, વિપુલ ભાવ રાયા ક૦ વિસ્તારપણે તેહના ભાવ પામ્યા.૩૫૨ [૧૭-૧૨]
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
૨૫૩
www.jainelibrary.org