SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ એતલે સાવધાન થઇઈં. એક તુમ્હારા વચનને રાગે કરી ગાજીઇં, એતલે કોઇયેક જ્ઞાનવાદી ક્રિયાનુષ્ઠાન ઉથાપતો હોય તેહને આગમવચને કરી ગાજીને જબાપ દીજીઇં. ઇતિ ભાવઃ. એ રીતે પ્રવર્તતાં, તુઝ થકી ક૦ તુમ્હારા વચનથી એતલે તમ્હારી આણા થકી શકિત ઉલ્લાસ પણિ અધિકો થસ્યું. પણિ ગલિઆ થઈનઈ બેસી રહેતાં વીર્યોલ્લાસ નહીં વાધ્યે(ધે), સાહમું આલસ્ય વધસ્યું. ઇતિ ભાવઃ. હવે એ રીતે પ્રવર્તન કરતાં કારણદ્વારે કર્તાને ફલ દેખાડે છે. તું સદા સકલ સુખ હૈત જાગે ક∞ તુમ્હો સદા નિરંતર સમસ્ત સુખ જે સિદ્ધિસુખ તેહનું હેતુ - કારણ જાગતું છો. ‘જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષઃ’ એ પ્રભુનું વચન, તે વચન થકી ભવ્ય પ્રાણી અજરામર સુખનું ભાજન થાય તિવારે તે સિદ્ધિનું હેતુ તુમ્હે જ થયા. ઇતિ ભાવઃ. ૩૪૮ [૧૭-૮] - સુ૦ જ્ઞાનયોગમાં મગ્ન રહીને ક્રિયાનુષ્ઠાન કરતાં લાજીએ નહીં. કોઈ જ્ઞાનવાદી ક્રિયાનુષ્ઠાન ઉથાપતો હોય તો તેને તમારી વાણીના રાગથી, આગમવચનથી ગાજીને જવાબ આપીએ. એ રીતે તમારી આજ્ઞાથી શક્તિનો ઉલ્લાસ વધશે. પણ ગળિયા બળદની જેમ બેસી રહેતાં વીર્યોલ્લાસ વધશે નહીં. એમ તો આળસ જ વધે. સકલ સુખના તમે કારરૂપ છો. વડતપાગચ્છ નંદનવને સુરતરૂ, હીરવિજયો જયો સૂરિરાયા, તાસ પાટિ વિજયસેનસૂરીસરૂ, નિત નમે નરપતિ જાસ પાયા. આજ૦ ૩૪૯ [૧૭-૯] બા૦ શ્રી જગચંદ્રસૂરિઈ તપા બિરુદ ધરાવ્યું. એહવો વડો તપાગચ્છ તદ્રુપ નંદનવનને વિષે સુરતરુ ક૦ કલ્પવૃક્ષ સમાન શ્રી હીરવિજયસૂરિ, જયો ક૦ જયવંતો વર્તો. સૂરિરાયા ક0 બીજા આચાર્યોમાં રાજા સરીખા, તેને પાટે વિજયસેનસૂરિ થયા, પણ આચાર્યમાં ઈશ્વર થયા. જેહને નરપતિ ક૦ પાતસાહ નિત નમે ક0 નિરંતર નમસ્કાર કરે છે. જાસ પાયા ક૦ જેહુંના પાદચરણકમલ, એતલે એ ભાવ ઃ પાતિસાહ જિહાંગિરે ખટ્ટર્શન પરીક્ષાને અર્થે તેડાવ્યા તેહમાં વિજયસેનસૂરિ જૈન દર્શનમાં પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy