SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ વેગલો મત હુજે દેવ! મુઝ મન થકી, કમલનો વન થકી જિમ પરાગો; ચમક પાષાણ જિમ લોહને ખંચયે, મુક્તિને સહજ તુઝ ભક્તિરાગો. આજ0 ૩૪૨ [૧૭-૨) બાહે દેવ ! મુઝ મન થકી ક0 માહરા મનથી વેગલો મત હુર્યો ક0 વેગલા મત થાજ્યો, એટલે ઘટમાં વાસ હોજયો, જિમ કમલના વનથી પરાગો ક0 વાસના, એતલે જિમ કમલની વાસના કમલના વનમાં રહે હિમ તુમ્હો હારા ચિત્તમાં રહેજો. ચમક પાષાણ ક0 ચમક જાતિનો કોઈ પત્થર વિશેષ જિમ લોહને ખંચસ્ય ક0 જિમ લોઢાને ખેંચે, એટલે પત્થરનો એહવો સહજ સ્વભાવ છે જે લોઢુ વેગલું હોય તોહિ પણ તિહાંથી ઇણિ મેલે આવીને પત્થરને લગે, તે રીતે તુઝ ભક્તિરાગો કી તુમ્હ ઉપરિ જે ભક્તિરાગ છે તે સહજ ક0 સ્વભાવે જ મુક્તિને ક0 મોક્ષને મંચસ્પે. એ પદ પાછિલું જોડિઇં. તુમ્હારી ભક્તિ તે મુક્તિને ખેંચસ્ય ઇતિ ભાવ. ૩૪૨ [૧૭-૨]. સુO હે દેવ ? મારા મનમાંથી વેગળા ન થજો. જેમ કમળની વાસ કમલવનમાં રહે તેમ તમે મારા ચિત્તમાં રહેશે. જેમ ચુંબક લોઢાને ખેંચે તેમ તમારો ભક્તિરાગ મોક્ષને ખેંચશે. તું વસે જો પ્રભો ! હરષભર હીડલે તો સકલ પાપનાં બંધ તૂટે, ઊગતે ગગન સૂરજ તણે મંડલે, દહ દિશે જિમ તિમિર પડેલ ફૂટે. આજ ૩૪૩ [૧૭-૩] - બા૦ હે પ્રભો ! જો તું હર્ષભર હિયડલે ક0 હર્ષભર્યું જે હિયું તેહને વિષે જો તું વસે છે તો સમસ્ત પાપનાં બંધન તૂટે ક0 જે ભવાંતરે પાપબંધ કર્યા કરે છે તે તૂટી જાઈ. તિહાં દૃષ્ટાંત કહે છે. ગગન ક0 આકાશને વિષે સૂરજ તણે મંડલે ક0 સૂરજના વિમાનનું મંડલે, તે ઉગતે ક0 ઊગ્યે થકે, દહ દિસે ક0 દસે દિશોને વિષે જિમ તિમિર પડલ ફૂટે ક0 જિમ અંધકારના પડલસમૂહ ફૂટે, તે નાશ પામે તદ્દત પાપડલ તૂટે. ૩૪૩ [૧૭–૩] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy