________________
સુ૦ મનોભાવના સંયોગથી બંધાયેલાં કર્મ છે તે જ ઉદયમાં આવે છે. તે જીવ સાથે જોડાયેલાં છે પણ તે જીવ નથી. સંસારનું મૂલ કારણ તે કર્મ હોવા છતાં તે જીવ નથી જેમ કે દૃષ્ટાંત રૂપે ચૂનાથી ભીંતને ધોળવામાં આવે તો ભીંત સફેદ બની જાય છે છતાં પણ ભીંત ચૂનો નથી બની જતી. અને શ્વેતતા છે તે પણ ભ્રમજનિત નથી. એ જ રીતે દેહ તે આત્મા નથી, વચન તે આત્મા નથી, કર્મથી યુક્ત આત્મા તે શુદ્ધ આત્મા નથી કર્મ નથી. રાગ પણ આત્મા નથી, દ્વેષ પણ આત્મા નથી, ચિત્ત પણ આત્મા નથી, આ બધા પુદ્ગલ ભાવો છે તે યુગલરૂપે પરિણમે છે. આત્મા અને કર્મ બન્ને દ્રવ્ય પણ જુદા છે.
પંથી જન લૂંટતાં ચોરને જિમ ભણે,
વાટિ કો લૂટિ તિમ જ મૂઢો ગિણે; એક ખેત્રે મિલ્યા અણુ તણી દે[ખ]તો, વિકૃતિ એ જીવની પ્રકૃતિ ઉવેખતો. ૩૨૦ [૧૬-૫]
બાળ જિમ પંથી લોકને લૂંટતાં ચોરને, કો ક0 કોઇક પુરુષ ઇમ કહે ‘વાટિ લૂંટે છે’ તો કાંય વાટિ લૂંટતા નથી, વાટિને વિષે રહ્યા લોક તે લૂંટાય છે, પણિ લક્ષણાઇ ઇમ કહે છે જે ‘વાટિ લૂંટી’. તિમ જ મૂઢો ક0 મૂર્ખ ગણે છે, શરીર આત્મા પ્રમુખ એક કરી ગણે છે, તે સ્યા માટે ઇમ ગણે છે, તે કહે છે. એક ખેત્રે મિલ્યા ક૦ જો ખેત્રે આત્મા તેહ જ આકાશ પ્રદેશે મિલ્યા પરસ્પર સંબંધ થયા એહવા જે અણુ તણી ક૦ પરમાણુની વિકૃતિ ક૦ વિકાર, દેખતો ક૦ દેખીને મૂર્ખ ઇમ ગણે છે, અને જીવની પ્રકૃતિ જે સ્વભાવ તેહને ઉવેખતો ક૦ લેખામાં અણગણતો જીવ શરીરાદિક એકપણે ગણે છે. પણિ ઈમ ન જાણે જે પુદ્ગલ તે જડ છે, અચેતન છઇં. આત્મા તો જ્ઞાનસ્વરૂપી છે. એક કિમ થાઇં ? ઇતિ ભાવ. ૩૨૦ [૧૬-૫]
સુ૦ જેમ વાટે જતા લોકોને ચોર લૂંટતા હોય ત્યારે કોઈ એમ કહે કે ‘ચોર વાટ લૂંટે છે’ તો ચોર કાંઈ વાટને લૂંટતો નથી, વાટે જતા લોકોને લૂંટે છે, પણ લક્ષણાથી એમ બોલાય છે, એ જ રીતે મૂર્ખ શરીર અને આત્માને એક કરીને ગણે છે. શા માટે ? એક જ આકાશક્ષેત્રે મળેલા શરીર અને આત્મા, એમાંથી દેહના પરમાણુઓના વિકારને જોતો અને પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૨૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org