________________
જાગરણ અવસ્થાની આદિ તે સુયત ક0 અપ્રમત્ત સાતમું ગુણઠાણું ૩, તેરમે ક૦ બહુ-જાગરણ અવસ્થાની આદિ, સયોગી કેવલી ગુણઠાણું ૪, તેહની ક૦ તે અવસ્થાની આદિ ગુણઠાણ તે પ્રથમ ધુર ગુણઠાણાં. એ રીતે જોડજ્યો. એતલે એ અર્થ : બહુશયન તે પ્રથમ, બીજું, ત્રીજું કહેયો. શયન તે ચોથું, પાંચમું, છઠ્ઠું કહેયો. જાગરણ તે સાતમું, આઠમું, નવમું, દશમું, ઇગ્યારમું, બારમું કહેજ્યો. બહુજાગરણ તે તેરમું, ચૌદમું કહેજ્યો. એ રીતે અમ્હે સૂઝ્યો તેહવો અર્થ લિખ્યો. વલી બહુશ્રુત નયચક્ર ગ્રંથ જોઇ યથાર્થ કરયો. સ્તવકારે નયચક્ર માંહિ મુણી ક૦ નયચક્રમાં જાણી ગુણઠાણની આદિ જાણી ઇમ કહ્યું. તે નયચક્ર ગ્રંથ હિમણાં અમ્હારી પાસે નથી માટે વિચારજ્યો ઇતિ ભાવ. ૩૧૭ [૧૬-૨]
સુ૦ ચેતનાની અવસ્થા ચાર છે. ૧. બહુશયન, ૨. શયન, ૩. જાગરણ, ૪ બહુજાગરણ. આ અવસ્થાઓને ગુણસ્થાનકો સાથે જોડવામાં આવી છે.બહુશયનની અવસ્થા મિથ્યાત્વ ગુણસ્થાનકે, શયન અવસ્થા અવિરત સમ્યદૃષ્ટિ ગુણસ્થાનકે, જાગરણ અવસ્થા અપ્રમત્તે સાતમા ગુણસ્થાનકે, બહુજાગરણ અવસ્થા સયોગી કેવલી ગુણઠાણે. જે-તે અવસ્થા માટે જે-તે ગુણસ્થાનક મૂળ-આરંભ તરીકે લેવાનું છે. એટલેકે બહુશયન અવસ્થા ૧-૨-૩ ગુણસ્થાને, શયન તે ૪-૫-૬ ગુણસ્થાનકે, જાગરણ તે ૭ થી ૧૨ ગુણસ્થાનકે અને બહુજાગરણ તે ૧૩-૧૪ ગુણસ્થાનકે કહેવી. *ભાવ સંયોગજા કર્મ ઉદયાગતા,
કર્મ નવિ જીવ નવિ મૂલ તે નવિ છતાં;
ખડીઅથી ભીતિમાં જિમ હોઈ શ્વેતતા,
ભીતિ નવિ ખડીય નવિ તેહ ભ્રમસંગતા. ૩૧૮ [૧૬-૩]
*દેહ નવિ વચન વિ જીવ નવિ ચિત્ત છે,
કર્મ વિ રાગ નવ દ્વેષ નવિ ચિત્ત છે; પુદ્ગલી ભાવ પુદ્ગલપણે પરિણમે, દ્રવ્ય નવિ જૂજૂઓ એક હોવે કિમે ? ૩૧૯ [૧૯-૪]
* હસ્તપ્રતમાં ૩૧૮ અને ૩૧૯મી ગાથાનો બાલાવબોધ નથી પણ ગાથાને આધારે સુગમાર્થ આપ્યો છે.
૨૨૬
Jain Education International
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org