SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અરહટની માલા તે ઉછી ન થાય એતલે શુદ્ધ પ્રરૂપક ગુણ વિના સંસાર ન ઘટે ઇતિ ભાવ. ૩૧૦ [૧૫-૧૯] સુ॰ જે મુનિ પોતાની મોટાઇમાં રાચે છે, લોકોમાં આડંબર દેખાડે છે પણ શુદ્ધ પ્રરૂપકના ગુણ વિના તેની આ સંસારરૂપી ઘટમાળ ઓછી થતી નથી. નિજ ગણ સંચે મનિ નવિ ખેંચે, ગ્રંથ ભણી જન પંચે, હુંચે કેશ ન મુંચે માયા, તો વ્રત ન રહે પંચે. ધન્ય૦ ૩૧૧ [૧૫-૨૦] બાળ નિજ ગણ ક∞ પોતાનો જે ગચ્છ - સમુદાય, તેહને સંચે ક૦ ભેલા કરે જે આ માહરા શ્રાવક-શ્રાવિકા-સાધ-સાધવી ઇત્યાદિ મમત્વ કરે. મન નવિ ખેંચે ક૦ પોતાનું મન હીણી પ્રવૃત્તિથી ખેંચી રાખે જ નહીં. ગ્રંથ ભણી ૦ દ્રવ્યને અર્થે, જન પંચે ક0 લોકોને ઠગે, અથવા ગ્રન્થ ક૦ સિદ્ધાંતશાસ્ત્ર તે ભણી ક∞ અધ્યયન કરીને જન પંચે ક૦ લોકને ઠગે, ઉત્સૂત્રપ્રરૂપણા કરી લોકને દુર્ગતિ લેઇ જાય. ઇતિ ભાવ. લુંચે કેસ ક૦ મસ્તકે કેશનો લોચ કરે, ન મુંચે માયા ક0 માયા-કપટ મૂકે નહીં, તો તે પ્રાણીનાં વ્રત ન રહે. પંચે ક૦ મહાવ્રત ન રહે, એતલે પાંચેમાં એકે ન રહે ઇતિ ભાવ. ૩૧૧ [૧૫-૨૦ સુ૦ જે સાધુ પોતાનો ગચ્છ-સમુદાય ભેગો કરે, ‘આ મારાં શ્રાવકશ્રાવિકા-સાધુ-સાધ્વી’ એમ મમત્વ કરે, હીણી પ્રવૃત્તિઓમાંથી મનને ખેંચી ન લે, દ્રવ્યને અર્થે લોકને ઠંગે, શાસ્ત્રોનું અધ્યયન કરીને લોકોને ઠગે, ઉત્સૂત્રની પ્રરૂપણા કરીને લોકને દુર્ગતિમાં લઈ જાય, માથે કેશલોચ કરે પણ માયા-કપટ મૂકે નહીં તો તેમનાં પાંચ મહાવ્રતોમાંથી એકેય રહે નહીં. યોગ ગ્રંથના ભાવ ન જાણે, જાણંતો ન પ્રકાશે, ફોકટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાસે. ધન્ય૦ ૩૧૨ [૧૫-૨૧] બાળ યોગ ગ્રંથના ક૦ પરમાર્થના શાસ્ત્ર જે થકી આત્મસ્વરૂપ સધાઇ એહવા જે ગ્રંથશાસ્ત્ર તેહના ભાવ ક0 રહસ્ય ન જાણે ક0 ઉલખે નહીં, સમઝે નહીં. જાણતો ક૦ કદાચિત્ જાણે તો પ્રકાશે નહીં. ભવ્ય જીવને તે ગ્રંથની વાતો કહે નહીં, જે માટે કહે તિવારે તિમ જ કરવું પડે. ઇતિ ભાવ. વલી ૨૨૦ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy