________________
કેવલ લિંગમાત્ર સાધુનું રાખે છે, પણિ મુનિરાગી ક૦ ગુણવંત મુનિના રાગી છે. એતલે ગુણવંત પોતે નથી, પણિ ગુણરાગી છે. તે કિવારે હોય? જ્ઞાની પુરુષ હોય તિવારે હોય. તે માટે કહે છે જે જ્ઞાનયોગમાં જસ મન વરતે ક એ રીતે જેહનું મન જ્ઞાનયોગમાં વરતે છે તે કિરિયા ક૦ તેઊની અલ્પ ક્રિયા પણિ સોભાગી ક૦ સૌભાગ્યવંત જાણવી. ઇહાં અલ્પક્રિયા એહવો અર્થ કરઇ તો પૂર્વાપર સંબંધ મિલે. એતલે એ ભાવ ઃ પોતે અલ્પક્રિયાવંત પણિ મુનિનો રાગી એહ રીતે જ્ઞાનયોગમાં વરતતા અલ્પક્રિયા પણ સૌભાગ્યવંત જાણવા. ઇતિ. ૩૦૭ [૧૫-૧૬]
સુ૦ ક્રિયાની અપેક્ષાએ જે બાળ છે, ક્રિયાશિથિલ છે, કેવળ સાધુવેશી છે, પણ જો તેઓ ગુણવંત મુનિના રાગી હોય - એટલે કે પોતે ગુણવંત નથી પણ ગુણરાગી છે તો તેમની અલ્પક્રિયા પણ સૌભાગ્યવંત જાણવી, કેમકે એમનું મન જ્ઞાનયોગમાં વર્તે છે.
બાલાદિક અનુકૂલ ક્રિયાથી, આપે ઇચ્છયોગી,
અધ્યાતમ મુખ યોગ અભ્યાસે, કિમ નવિ કહીઈ યોગી,
ધન્ય૦ ૩૦૮ [૧૫-૧૭]
:
બાળ આપે ઇચ્છાયોગી થકો રહે, ખેતલે એ અર્થ ઃ યોગ ગણિ પ્રકારના. ઇચ્છાયોગ ૧, શાસ્ત્રયોગ ૨, સામર્થ્યયોગ ૩, તથા પુનઃ શ્રદ્ધાનાવિકલો ૧, વાક્યાવિકલ ૨, શકત્યતિક્રમ ૩, ઇતિ યોગનિર્ણય. એ ત્રણિ યોગમાં પ્રથમ ઇચ્છાયોગ તે શ્રદ્ધાઅવિકલ થકા આપે ક૦ પોતે હોય, ક્રિયાથી ફ૦ શ્રદ્ધાવંત હોય અને ક્રિયાવંત હોય તે ક્રિયાથી બાલાદિક અનુકૂલ ક૦ બાલજીવ માર્ગના રાગી હોય એતલો એમાં એવડો ગુણ છે તો અધ્યાતમ ક૦ અધ્યાતમ પ્રમુખ યોગસાધન ગ્રંથનો અભ્યાસ કરે. એતલે અહોરાત્રિ અધ્યાત્મમાં મગ્ન રહે તેહને કિમ નવિ કહિ યોગી ક0 તે પુરુષને યોગીશ્વર કિમ ન કહિઇં ? એતલે શ્રદ્ધાવંત થકા ક્રિયા કરતો બાલજીવને ઉપગારી થાય છે. અને સાધુ કહેવાય છે. તો અધ્યાતમમાં મગ્ન રહેતાં સાધુ મુનિ યોગી કિમ ન કહીઇં ? ઇતિ ભાવ. ૩૦૮ [૧૫-૧૭]
સુ૦ ત્રણ પ્રકારના યોગ પૈકી પ્રથમ ઇચ્છાયોગ છે. જે મુનિ પોતે ઇચ્છાયોગી એટલે કે શ્રદ્ધાવંત હોય અને ક્રિયાથી ક્રિયાવંત હોય તે
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૨૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org