________________
કોઈ પ્રશ્ન કરે કે શાસ્ત્રાંતમાં ભાવસાધુનાં છ લક્ષણ કહ્યાં છે, તો આ સાતમું ક્યાંથી કહો છો ? એનો ઉત્તર એ છે કે ૧૪૦૦ પ્રકરણગ્રંથોના રચયિતા શ્રી હરિભદ્રસૂરિએ ઉપદેશ પદ” માં ૭મું લિંગ પણ કહ્યું છે. એ સાત ગુણ લક્ષણ વર્યો, જે ભાવસાધુ ઉદાર, તે વરે સુખજસ સંપદા, તુઝ ચરણે હો જસ ભગતિ અપાર.
સા) ૨૯૧ [૧૪-૧૯] બા એ સાત લક્ષણને ગુણે કરી વર્યો ક0 વિરાજમાન એહવા જે ભાવસાધુ ઉદાર ક0 પ્રધાન, તે વરે ક0 પામે સુખજસની સંપદા, એટલે ઉત્કૃષ્ટ સુખ તે મોક્ષસુખ તે વરે. તુઝ ચરણે ક0 હે સર્વજ્ઞ, હે કેવલજ્ઞાનભાસ્કર, તમારા ચરણને વિષે જસ ક0 જેહને અપાર ભક્તિ હોય તે મોક્ષસુખ પામે. ૨૯૧ [૧૪-૧૯]
સુ0 આ સાત લક્ષણ-ગુણને વરેલા ભાવસાધુ સુખયશની સંપદા ઉત્કૃષ્ટ મોક્ષસુખ પામે.
(એ ઢાલમાં શ્લોક ૨૦૪, અક્ષર ૨૪ છે. ગથા ૨૪ ઉક્ત છે.)
પં. પદ્યવિજયજીકૃત બાલાવબોધ
૨૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org