________________
ગુરુની અનુજ્ઞા લઈને જાણતો પાત્ર કુપાત્ર, તિમ દેશના સુધી દીઈ જિમ દીપે હો નિજ સંયમગાત્ર..
સા) ૨૮૪ [૧૪-૧ર) બા, હવે શુદ્ધ દેશનાનામાં ત્રીજું લક્ષણ કહે છે. ગુરુઅનુજ્ઞા લઈ ક0 આજ્ઞા લેઈ તિમ સૂધી દેશના દિઈ તે પણ પાત્ર-કુપાત્રને જાણતો, જિમ સંયમ રૂપ ગાત્ર ક0 શરીર દીપઈ ક0 શોભે, નિજ ક0 પોતાનું સંજમગાત્ર શોભે ઇત્યક્ષરાર્થ. એતલે એ ભાવ સદ્ગુરુ પાસે સિદ્ધાંતનું સાર જાણી ગીતાર્થ થઇનઈ પણ ગુરુની આજ્ઞા પામીને, પણિ પોતાની મેલે નહીં. પોતે ધન્ય થકો મધ્યસ્થપણે સદૂભૂત દેશના દિઈ, તે પણિ પાત્ર ઓલખીને, દેશના દિઈ તે પણિ બાલ-મધ્યમ-બુદ્ધ એ ત્રણ્ય ભેદ પાત્રના છે. યતઃ
'बालः पश्यति लिंग, मध्यमबुद्धिर्विचारयेत् वृत्तं । आगमतत्त्वं तु बुधः, परीक्षते सर्वयत्नेन ॥१॥'
ઇત્યાદિ. તેહને દેશનાની વિધિ બીજા ષોડશકથી જાણવી, વિસ્તાર થાય માટે નથી લિખતા. તે માટે જે પાત્રને જિમ ઉપગાર થાય તે પાત્રને તિમ દેશના કરે. અન્યથા સંસાર વધારે, ઈત્યાદિ ત્રીજું લક્ષણ (૩). એ ત્રીજા લક્ષણમાં પાત્રાપાત્ર વિચાર પ્રમુખ ચર્ચા ઘણી છે. “ધર્મરત્ન” ગ્રંથ હાં જોયો, જિમ પોતાનું સંયમ ગાત્ર શોભે. ૨૮૪ [૧૪-૧૨].
સુo (૩) શુદ્ધ દેશના - સદ્ગુરુ પાસે આગમનો સાર જાણી, ગીતાર્થ થઈને, ગુરુની આજ્ઞા પામીને, ધન્ય થતો મધ્યસ્થભાવે દેશના આપે, તે ય બાળ-મધ્યમ-બુદ્ધ એમ પાત્ર ઓળખીને. જે પાત્રને જે રીતે ઉપકારક થાય તે પાત્રને તે રીતે દેશના કહે.
જે કદાચિત લાગે વ્રતે, અતિચાર પંક કલંક, આલોયણે તે સોધતાં, મુનિ ધારે તો શ્રદ્ધા નિઃશંક.
સા૦ ૨૮૫[૧૪-૧૩] બાળ હવે ખલિત પરિશુદ્ધિ નામા ચોથું લક્ષણ કહે છે. જે કદાચિત વ્રત પાલતાં થકાં કોઈ અતિચાર રૂપ પંક ક0 કચરો, તદ્રુપ કલંક વ્રતને વિષે
ઉ. યશોવિજયજીકત ૩૫૦ ગાથાના સ્તવનનો
૨૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org