________________
સુત્ર શ્રાવકનું મમત્વ કરવાની આચરણા અપ્રમાણ છે. અશુદ્ધ ઉપકરણ-વસતિ-આહારની પણ આગમમાં ના છે. પણ જો લે તો એ અપ્રમાણ છે. શરીરશોભા અર્થે જે આચર્યું તે અપ્રમાણ, પરંતુ દુષ્કાળ આદિ કારણે કાંઈ અશુદ્ધ સ્વીકારે તો તે નિર્દોષ છે. ‘ઉપપાતિક સૂત્ર'માં કારણવશાત અશુદ્ધનો સ્વીકાર કરતા મુનિ પણ જોવા મળે છે. આવો અપવાદ પ્રમાણ છે. પણ તેથી કરીને સુખચેનવાળા લોકની આચરણાને ચિત્તમાં લાવવી નહીં. દુષ્પસહ આચાર્ય સુધી સિદ્ધાંતમાં ચારિત્ર સાંભળીએ છીએ. હવે જો માગનુસારી કિયાનો યત્ન કરનારને ચારિત્રી ન ગણીએ તો તે પછી ચારિત્ર સાવ વિચ્છેદ ગયું જ હશે. અને તો પછી તીર્થ પણ વિચ્છેદ પામે, એ તો આગમવિરુદ્ધ થાય.
આ બધાને લઈને માર્ગાનુસારી ક્રિયા કરનાર ભાવસાધુ ગણાય એમ ઠર્યું. વિધિસેવન, અવિમિર, શુભ દેશના, ખલિત વિશુદ્ધિ, શ્રદ્ધા ધરમ ઈચ્છા ઘણી, ચઉ ભેદ હો ઈમ જાણે સુબુદ્ધિ.
સા) ૨૮૧ [૧૪-૯] બા, હવે બીજું લિંગ શ્રદ્ધાપ્રવરનામા કહે છે. તે શ્રદ્ધાપ્રવર ચ્યારે ભેદે, પ્રથમ વિધિસેવના ૧, બીજું અવિસ્તૃતિ ક0 અતૃપ્તિ ૨, ત્રીજું શુભ દેશના, ક0 શુદ્ધ દેશના ૩, અલિત પરિશુદ્ધિ નામાં ચોથું લિંગ ૪.
શ્રદ્ધા પ્રવરના અર્થ કહે છે. શ્રદ્ધા ક0 ધર્મની ઇચ્છા ઘણી ક0 અત્યંત હોય પણિ બાલકને રત્ન ગ્રહેવાની અભિ[લાષની પર્વે સામાન્યપણે વિષય પ્રતિભાસ માત્ર ન હોઇ. ચારે ભેદે ઇમ હોય, પણ જાણે સુબુદ્ધિ ક0 બુદ્ધિવંત હોય તે જાણે. ૨૮૧ [૧૪-૯].
સુ0 બીજું લક્ષણે શ્રદ્ધાપૂવર : એના ચાર ભેદ (૧) વિધિસેવના, (૨) અવિતૃમિ, (૩) શુભ-શુદ્ધ દેશના, (૪) અલિત પરિશુદ્ધિ.
શ્રદ્ધા એટલે ધર્મની ઈચ્છા. આ ઈચ્છા પ્રબળ હોય. બાળકને રત્ન લેવાની ઈચ્છા થાય પણ તે સમજણ વિનાની હોય, એના જેવી નહીં. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org