SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ એહનો લેશથી અર્થ - પૂર્વે શાસ્ત્રપરિજ્ઞા અધ્યયન સૂત્રાર્થ ભણે ક૦ સાધુને ઉઠામણ કરતાં. હવણાં દશવૈકાલિક ચોથું અધ્યયન ભણે થકે ઉઠાવણ થાય છે. પૂર્વે પિંડેષણાધ્યયન ભણ્યા પછી ઉત્તરાધ્યયન ભણાવતા. હમણાં વિગર ભણે પણ ભણાવીઈ છઇં. તત્ર દષ્ટાંતા - પૂર્વે કલ્પવૃક્ષ હતાં, હિમણાં આંબા પ્રમુખે કામ ચાલે છે. પૂર્વ અતુલબલ ધવલ વૃષભ હતા, હમણાં ધૂસરે જ કામ ચાલે છે. પૂર્વે ગોપ જે કરસણી ચક્રીને તે જ દિને ધાન્ય નીપજાવતા, આજે તદન્યથી પણ કામ ચાલે છે.તથા પૂર્વે સહસ્રોધી હતા, હમણાં અલ્પપરાક્રમ સુભટૅ પણ શત્રુ જય કરી રાજ્ય પાલે છઈ તિમ સાધુ હમણાં જીવ્યવહાર પણ સંયમ પાલે છે. તથા ખટમાસનું પ્રાયશ્ચિત્ત હોય અને પાંચ ઉપવાસ તેહને કહ્યા છે. તથા પૂર્વે મોટી પુષ્કરણીઓ હતી, હમણાં લઘુથી કામ ચાલે છે. ઇત્યાદિ દષ્ટાંતે જીત પણ જાણવો. અથવા કિં બહુના 'जं सव्वहा न सुत्ते, पडिसिद्धं नेय जीववहहेऊ । तं सव्वंपि पमाणं, चारित्तधणाण भणियं च ॥२॥ अवलंबिऊण कज्जं जं किं चि समायरंति गीयत्था । थोवावराह बहुगुणं सव्वेसिं तं पमाणं तु. ॥२॥ [ધર્મરત્ન પ્ર., ગા. ૮૪-૮૫] ઇત્યાદિ, જિમ આર્યરક્ષિતજીઈ આચર્યું તે દુર્બલિકા પુષ્પમિત્રજીઇ અંગીકાર કર્યું, તિમ સુવિહિતે આચર્યું સર્વે કબૂલ કરે. ૨૭૮ [૧૪-૬] સુત્ર જેમ કે સાધુ કારણવશાત કપડો ઓઢતા, અન્યથા ગોચરી વ૮માં વાળીને ખભે મૂકીને ચાલતા એ આગમનો આચાર. હવે ગોચરી આદિમાં પણ ઓઢે છે. પહેલાં ચોલપટ્ટો કોણીએ રાખતા, હવે કંદોરામાં રાખે છે. ઝોળી મૂઠીમાં પકડી એની ગાંઠ કોણી નજીક બાંધતા, હવે હાથમાં પકડે છે. પર્યુષણમાં પાંચમની ચોથ, પાત્રાને લેપ, ચોમાસાં પૂનમને છોડી ચૌદસનાં ભોજનવિધિ, શાસ્ત્રોના અધ્યયનનો ક્રમ- પલટો વ૮ આચારપરિવર્તન થયું છે. આ રીતે જેમ પહેલાં કલ્પવૃક્ષ હતાં ને હવે આંબા છે એમ સાધુઓ પણ હવે જીતવ્યવહારે સંયમ પાળે છે. આરક્ષિતજીએ જે આચર્યું તે પુષ્પમિત્રજીએ સ્વીકાર્યું. એમ સુવિહિતનું આચરણ સર્વ કબૂલ રાખે. ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૧૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy