________________
તેહથી ક0 તે વિષયથી બીહતો રહે, વિષયને અસાર જાણ્યો છે તે માટઈ, પંચમ ગુણ વર્યો ક0 પાંચમો ગુણ વર્યો થકો. ૨૫૯ [૧૩-૬]
સુ) ૫. વિષય : વિજય કાલકૂટ વિષ સરીખો છે. તેનાથી ડરતો રહે, એને અસાર જાણે તે પાંચમો ગુણ. તીવ્રારંભ તજે સદા, ગુણ છઠાનો સંભાળી રે, રાગી રે, નિરારંભ જનનો ઘણું છે. ૨૬૦ [૧૩-૭
બા, હવે આરંભનામા છઠ્ઠો ભેદ વખાણે છે. તીવ્રારંભ ક0 ઘણાં પ્રાણીને પીડાકારી વ્યાપાર ખરકર્માદિક, તે સદા તજે. કદાચિત કરે સચૂક થકો કરે, નિઃશૂક થકો ન કરે. ઇતિ ભાવ . તે છઠ્ઠા ગુણનો સંવિભાગી ક0 ભજનારો થાય. પણ યદ્યપિ અણચાલે કેતાંઈક આરંભ પોતે સલૂક થકો કરે છે, પણિ રાગી તો નિરારંભ જનનો = આરંભરહિત લોકનો, એતલે મુનિરાજનો હોય. ઘણું ક0 અત્યંત. ૨૬૦ [૧૩-૭]
સુ0 દ. આરંભઃ તીવ્ર આરંભ જે. ન છૂટકે કદાચિત ખરકમદિ વેપાર કરે તો પણ સૂગસહિત કરે પણ રાગી તો આરંભરહિત લોકનો જ - મુનિરાજનો હોય. આ છઠ્ઠો ગુણ. માને સત્તમ ગુણ વર્યો, જન પાસ સશિ ગૃહવાસો રે, અભ્યાસો રે, મોહ જીતવાનો કરે છે. ૨૬૧ [૧૩-૮]
બાવ હવે સાતમો ગેહનામાં ભેદ વખાણે છે. માને ક0 જાણે, સાતમો ગુણ વર્યો થકો સું માને તે કહે છે. જન ક0 પ્રાણી, પાસ સદશ ક0 બંધન સરીખો, ગિતવાસો ક0 ઘરવાસ માનતો, જિમ પંખી પાસપડ્યો ઊડી ન શકે, પોતાના આત્માને દુઃખી માને ઈમ ગૃહમાતાપિતાદિક સંબંધ દીક્ષા લેઈ ન શકે, પણિ દુઃખ માને ઇતિ ભાવ. પણ અભ્યાસ તે મોહનો જય કરવાનો જ કરે. ૨૬૧ [૧૩-૮].
સુ) ૭. ગેહ: આ ગુણને વરેલો ઘરવાસને બંધન સરીખું માને. જેમ પાશમાં પડેલું પંખી ઊડી ન શકે તેમ પોતાને દુઃખી માને. તે અભ્યાસ પણ મોહને જીતવાનો જ કરે. આ સાતમો ગુણ. ૧૮૬
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org