________________
ગુણ જોડે ગુરુ આદરે, તત્ત્વ બુદ્ધિ કૃતજાણ, પરહિતકારી પર પ્રતે, થાપે માર્ગ સુજાણ. ૨૩૩ [૧૧-૧૯]
બા૦ ગુણને વિષે, ધર્મને વિષે પરને જોડી ગુરુ આદરે ક0 ધર્મગુરુ ઉપર આદર કરે. તત્ત્વબુદ્ધિ કળ તત્ત્વ ગ્રહવાની બુદ્ધિ છે જેને તેહને કૃતજાણ ક૦ કૃતજ્ઞ કહિઇ. ૧૯ [ઓગણીસમો ગુણ].
પરહિતકારી નામા ગુણ કહે છે. પરહિતકારી કેહવો હોય? પર પ્રતેં માર્ગને થાપે અને સુજાણ ક૦ ડાહ્યો હોય. ધર્મમાર્ગ જાણ્યો છે જેણે એતલે ગીતાર્થ છે. એતલે એ ભાવ જે અગીતાર્થ પરને હિત કરવા ચાહે પણ અહિત થાય. યતઃ
'किं एत्तो कट्ठयरं, जं सम्ममनायसमयसब्भावो । અન્ન તુ રેસા, હ્રદયામિ પાડે ॥ ૨૦ [વીસમો ગુણ]. [ધર્મરત્ન પ્ર., ગા. ૨૭ની વૃત્તિ] ૨૩૩ [૧૧.૧૯
સુ૦ ગુણ અને ધર્મમાં બીજાને જોડે, ગુરુનો આદર કરે, તત્ત્વ ગ્રહણ કરવાની બુદ્ધિવાળો હોય તે કૃતજ્ઞ છે. ૨૦. બીજા પ્રત્યે ધર્મમાર્ગને સ્થાપે, ડાહ્યો હોય, ધર્મમાર્ગને જાણનાર ગીતાર્થ હોય તે પરહિતકારી છે.
સીખે લખે સુખે સકલ, લબ્ધલક્ષ શુભ કાજ, ઇમ ઇકવીસ ગુણે વર્યો, લહે ધર્મનું રાજ. ૨૩૪ [૧૧-૨૦]
બાળ સીખેં ક૦ થોડા કાલમાં આગમાદિ ભણે. લખે ક૦ જાણે. સુખે ક૦ અનાયાસે, વિગર પ્રયાસે સકલ ∞ સમસ્ત, શુભ કાજ ક૦ ધર્મકાર્ય, તેહનું નામ લબ્ધલક્ષ કહીઇં. યતઃ- ધર્મરત્નપ્રકરણે’ [ગા. ૨૮]
'लक्खेइ लद्धलक्खो, सुहेण सयलंपि धम्मकरणिज्जं । दक्खो सुसासणिज्जो, तुरियं च सुसिक्खिओ होई' ॥
૨૧ [એકવીસમો ગુણ]. એ રીતે ૨૧ ગુણે વિરાજિત હોય તે લહે ક૦ પામે ધર્મનું રાજ્ય. ઇતિ. ૨૩૪ [૧૧-૨૦]
સુ૦ ૨૧. ઓછા સમયમાં આગમ આદિ ભણે, જાણે, અનાયાસે સમસ્ત ધર્મકાર્ય કરે તે લબ્ધલક્ષ છે.
પૂરણ ગુણ ઉત્તમ કહ્યો, મધ્યમ પાટે હીન,
અ હીન જન્ય જન, અપર રિદ્રી દીન. ૨૩૫ [૧૧-૨૧]
૧૬૮
Jain Education International
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org