________________
બાવે તે માટે સ્વચ્છંદાપણું ટાલી સદ્ગુરુ પાસે વિનયાદિકે કરી સૂત્રઅર્થ ધારતાં અર્થ જે ટીકા પ્રમુખ તેમાં કાંય વિરોધ નથી. એટલે તે મૂર્ખ લોક ઇમ જાણે છે જે સૂત્રમાં વિરોધ નથી પણિ અર્થમાં વિરોધ છે. પણિ ગુરુમુખે સીખતાં કાંય વિરોધ નથી. તથા એ રીતે ગુરુ પાસે ધારતાં, હેતુવાદ ક0 કારણ નિમિત્ત બાદ આગમ જે સિદ્ધાંત તે પ્રતે જાણે. વલી જેહ સુબોધ ક0 ભલો બોધ થાય. ૧૮૩ [૯-૧૯]
સુત્ર માટે સ્વચ્છંદતા છોડીને વિનયભાવે સદ્ગુરુ પાસે સૂત્રના અર્થ જાણવા જોઈએ. આમાં કાંઈ જ ખોટું નથી. પણ કેટલાક મૂઢ લોકો એમ માને છે કે સૂત્રમાં વિરોધ નથી પણ અર્થમાં વિરોધ છે. આ વાત ખોટી છે. ગુરુમુખે શીખવામાં કાંઈ જ વિરોધ નથી. એથી તો ઊલટાનું આગમનો સુબોધ રૂડી રીતે થાય. અર્થે મતભેદાદિકે જે વિરોધ ગણત, જિનજી, તે સૂત્રે પણિ દેખચ્ચે જો જોચ્ચે એકંત. જિનજી તુઝ) ૧૮૪ [૯-૨૦]
બાળઅર્થે ક0 ટીકા પ્રમુખને વિષે, મતભેદાદિકે ક૭ કોઈ મતભેદે, કોઇ વાચનાંતરે ભેદે ભેદ દેખીને જે વિરોધ ગણે છે તે કહે છે: “જે ટીકા પ્રમુખ વિરોધી છે, મિલતાં નથી તો] કિમ માનીશું ?” જે પ્રાણી ટીકા પ્રમુખમાં જોયે તે સૂત્રમાં પણ દેખયે. જો જોચ્ચે એકાંત ક0 એકાંતે, નિશ્ચ કરી જે જોયેં તો સૂત્રમાં પણિ ઘણો વિરોધ છે તે કિમ નથી જોતા? ઇતિ ભાવ:. ૧૮૪ [૯-૨૦]
સુ0 કોઈ અર્થમાં-ટીકામાં, વાચનામાં, મતમાં ભેદ જુએ છે. અને તેથી દલીલ કરે કે ટીકાઓ એકબીજી સાથે મળતી નથી, પરસ્પરની વિરોધી છે તો તેને કેમ માનીએ? પણ જેને ટીકા આદિમાં વિરોધ દેખાય છે તેને સૂત્રમાં પણ વિરોધ દેખાશે. વિરોધ તો સૂત્રમાં પણ છે એ કેમ નથી વિચારતા ? સંહરતાં જાણે નહી, વીર કહે ઈમ કલ્ય, જિનજી, સંહરતાં પણિ નાનો, પ્રથમ અંગ” છે જલ્પ. જિજી
તુઝ૧૮૫ [૯-૨૧] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org