________________
ભદ્રબાહુ ગુરુ બોલ /પ્રતિમા ગુણવંતી નહીં દુષ્ટ / લિંગ માંહી બે વાનાં દીસે/ તે તો માનિ / આદુષ્ટ (૧/૨ ૧) વાક્યવિભાગ આડા છેદથી બતાવ્યા છે. વાક્યો આમ બને છે : ભદ્રબાહુ ગુરુ કહે છે : પ્રતિમા નથી ગુણવાન, નથી દુષ્ટ, (પણ). લિંગધારીમાં તો બંને વાત દેખાય છે, તે તો તું માન, સ્વીકાર, હે અદુષ્ટ!
અર્થ કહે વિધિ વારણા, ઉભય સૂત્ર જિમ ‘ઠાણ, તિમ પ્રમાણ સામાન્યથી, નવિ પ્રમાણ અપ્રમાણ. (૯) આ કડી બાલાવબોધનો આધાર લીધા વિના સમજાય તેવી નથી. બહુમાને નિસુણે રીયસ્થ પાસે/ ભંગાદિક બહુ અસ્થ જાણે / ગુરુ પાસે વ્રત ગ્રહે / પાલે / ઉપાસાદિક સહે. (૧૨/૪)
એક વાક્ય બીજા ચરણમાં પૂરું થાય છે. માત્ર એક જ શબ્દ બીજા ચરણમાં મૂકવો પડ્યો છે. ચરણ પ્રમાણે વાક્ય સમજવાનાં નથી.
મુખ્યપણે જિમ ભાવે આણા, તિમ તસ કારણ તેહ (૮/૨૦)
‘તિમ તસ કારણ તેહમાં તસ અને તેહ શબ્દોથી શું લેવાનું છે તે આ વિષયની સૂઝબૂઝ વિના પકડાય તેમ નથી.
શાસ્ત્રગાથાઓના સમશ્લોકી અનુવાદ કરવામાં ઉપાધ્યાયજીનું પ્રભુત્વ અનોખું છે. ભાષા પર પ્રભુત્વ ઉપરાંત વિષયવસ્તુ અને તાત્પર્ય પણ હસ્તગત થયાં હોય તો જ આ રીતનું રૂપાંતરણ સહજ બને. સરખાવોઃ
इक्को पुण होइ दोसो जं जायइ खलजणस्स पीडत्ति । तहवि पयट्टो इत्थं दटुं सुयणाण अइतोसं ॥
(વિંશતિ વિંશિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org