SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ નય દીપિકા મુક્તિમારગ ભણી, શુદ્ધ નય આથિ છે સાધુને આપણી.” (૧૬/૧૦) “શુદ્ધ વ્યવહાર ગુયોગ પરિણતપણું તેહ વિણું શુદ્ધ નયમાં નહીં તે ઘણું.” (૧૬/૧૪) ૩૫૦ ગાથાનું સ્તવન ૧૭ ઢાળ અને ૩૫૪ ગાથાનું આ સ્તવન ઉપાધ્યાયજીના ધર્મારાધના વિષયક પ્રકટ ચિંતન (Loud Thinking)થી ઠસોઠસ ભરેલું છે. ધર્મક્ષેત્રે પ્રવર્તતી જડતા, અનધિકાર પ્રવૃત્તિ, દાંભિક વૃત્તિ વગેરેથી વ્યથિત થયેલા ઉપાધ્યાયજી મહાવિદેહમાં વિચરતા શ્રી સીમંધર ભગવાનને પોતાનું મનોમંથન નિવેદિત કરી જાણે હળવા થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મનોમંથન, શાસ્ત્રવિચાર, પ્રશ્ન-ઉત્તર, શાસ્ત્રગાથાઓના સરલપ્રાંજલ અનુવાદ, ગુજરાતી દેશીઓના પ્રાસ અને લયમાધુર્ય – આ બધું આ સ્તવનમાં (અને એવી તેમની બીજી ગુજરાતી કૃતિઓમાં) કેવું એકરસ બનીને વહી નીકળ્યું છે તેનો ખ્યાલ આ વિષયના અભ્યાસીને જ સારી પેઠે આવી શકે. ઉપાધ્યાયજી મહારાજની ભાષા અને શૈલીને સમજવાં પણ જરૂરી. એક કડીમાં પ્રશ્ન-ઉત્તર-પ્રતિપ્રશ્ન-ઉત્તરની ગૂંથણી હોય, ક્યારેક ચારપાંચ વાક્યો તેમાં સમાવ્યાં હોય, ક્યારેક એક વાક્યના શબ્દો કડીના બીજા કે ત્રીજા ચરણમાં પૂરા થતા હોય. આવું જો સમજાયું ન હોય તો તેમેં કથન સ્પષ્ટ થાય નહિ. ઉદાહરણ તરીકે : એ પણિ બોલ મૃષા મન ધરઈ/ બહુજનમત આદરતાં છેહ ન આવે / બહુલ અનારય મિથ્થા મતમાં ફિરતાં / (૧/૮) બીજા ચરણમાં શરૂ થતું વાક્ય ત્રીજા ચરણની મધ્યમાં પૂરું થાય છે અને ત્યાંથી વળી ત્રીજું વાક્ય શરૂ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy