________________
જીવો નિરાવરણી તો થયા નથી. એટલે તાત્પર્ય એ કે કેવળ દેખીતી હિંસા ન કરવાથી અહિંસક ન થવાય.
ભાવે જે અહિંસા માને, તે સવિ જોડિ ઠામ,
ઉત્સર્ગે અપવાદે વાણી, જિનની જાણે જામ.મન૦ ૧૫૫ [૮-૧૮]
બાળ તે માટે ભાવે જેહ અહિંસા માને ક૦ અહિંસા અનેક પ્રકારની છે. દ્રવ્ય-ભાવ પ્રમુખ ભેદેં કરીને અનેક ભેદ છે. તેહમાં પણિ ભાવે ક૦ પરિણામઇં જે પ્રાણી અહિંસા માને તે તે પ્રાણી, સવિ જોડિ ઠામિ ક૦ સર્વ જિનવાણી પોતાપોતાને ઠેકાણે જોડે તે પ્રાણીથી આગમવચન એકેં દુખાઇ નહીં, તે ભાવથી માનીને સર્વ આલાવા ઠેકાણે કિવા૨ે જોડે તે કહે છે. ઉત્સર્ગે અપવાદે વાણી ક૦ ઉત્સર્ગ-વચન તથા અપવાદવચન એ બેઇં કરીને, જિનની જાણે જામ ક0 જિનેશ્વરની વાણી જિવારે જાણે, એતલે એ ભાવ જે ઉત્સર્ગ માર્ગે અહિંસા મુનિરાજને કહી ‘આચારાંગ’ પ્રમુખને વિષે, તથા વલી સાધવી પ્રમુખ પાણીમાં વહતી જાણે તો કાઢે તથા માસ મધ્યે નદી ૨(બે) ઊતરવી ઇત્યાદિક અપવાદઆજ્ઞા પણ કરી. તો સર્વ ભાવ ઉત્સર્ગ–અપવાદ જાણે તે સર્વવચન ઠામેં જોડિ, પણ મૂર્ખ સ્યું જાણે ?. ૧૫૫ [૮-૧૮]
સુ જ્યારે પ્રાણી ઉત્સર્ગ-વચન અને અપવાદ-વચન એમ બન્ને પ્રકારે જિનેશ્વરની વાણી બરાબર જાણે તો એ ભાવ-પરિણામે અહિંસાને યોગ્ય રીતે સમજી શકે અને તો જ એ સર્વ જિનવાણીને - સર્વ ઉત્સર્ગ - અપવાદને યોગ્ય સ્થાને જોડી શકે - સાંકળી શકે.
=
કોઇ કહે ઉત્સર્ગે આણા, છંદો છે અપવાદ,
તે મિથ્યા, અણપામ્યે અર્થે, સાધારણ વિધિવાદ.મન૦૧૫૬ [૮-૧૯]
બાળ ઇહાં કોઇક ઇમ કહે છે જે ઉત્સર્ગ માર્ગે ચાલવું તેહ જ આજ્ઞા છે, તથા અપવાદ તે છાંદો છે. એતલે પોતાની મતિ કલ્પના છે, પણ જિનાજ્ઞા નથી. ઇમ કેતલાઇક કહે છે. તે મિથ્યા ક∞ તે ખોટું કહે છે. અણપામ્યે અર્થે ક૦ અર્થ જાણ્યાં વિના ઇમ કહે છે, તે ઉપર હેતુ કહે છે. જે કા૨ણ માટે વિધિવાદ હોય તે સાધારણ હોય, એતલે એ અર્થ જે ઉત્સર્ગ-અપવાદ એ બિહું વિધિવાદ છે. સર્વ જીવ સાધારણ છે. પણ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
૧૧૮
Jain Education International
www.jainelibrary.org