________________
દેવ! ફલે જો આંગણિ તુઝ કરુણા સુરવેલિ, શુભ પરિવારે લહિઈ તો સુખ જસ રંગરેલિ. ૧૩૭[૭-૧૨]
બાળ દોષની હાણિ થાય તથા ગુણની વૃદ્ધિ થાય. જયણા ક0 જતના થાય, એતલે બહુ લાભ, અલ્પ દોર્ષે પ્રવૃત્તિ થાય. તે એહવા ગુણ કિવારે આવે? તેહનો ઉત્તર જે ભાખે સૂરિ ક0 આચાર્ય ઉત્તર ભાખે છે. તે શુભ પરિવાર હોય ક0 એહવા ગુણ તો પરિવાર શુભ હોય તિવારે આવે. તથા વિઘન સર્વ દૂરિ ટલે, દૂરિ જાય તે માટે હે દેવ ! તુઝ કરુણા સુરવેલી ક0 તારી કરુણા રૂપ જે કલ્પવૃક્ષની વેલડી, તે જો આંગણિ ફલે ક0 મહારા આત્મારૂપ જે આંગણું તિહાં જો સફલી થાય તે શુભ પરિવાર પામી છે. એટલા જ માટે “ઉપદેશમાલા કારિ ગાથા [૩] કહી છે. –
'सीहगुरु [ गिरि पा. ] सुसिस्साणं भदं गुरुवयणसदहताणं । वयरो किर दाही वायणत्ति न विकोवियं वयणं ॥ १ ॥
તે માટે શુભ પરિવાર પામવો તો દુષ્કર છે. તે શુભ પરિવારે કરી સુખ-જસની રંગરેલિ પામી છે. એટલે સહજાનંદ સ્વરૂપની રંગની રેલિ તે પ્રવાહ પામીઇ. ઇતિ ભાવ:. ૧૩૭ [૭-૧૨].
સુ0 દોષની હાનિ અને ગુણની વૃદ્ધિ ક્યારે થાય ? જેમાં લાભ ઘણો ને દોષ અલ્પ એવા ગુણ ક્યારે આવે ? એનો ઉત્તર આપતાં આચાર્ય કહે છે કે ‘શુભ પરિવાર હોય ત્યારે. માટે હે દેવ ! તમારી કરુણારૂપી સુરવેલી મારા આત્માંગણમાં એવી ફળો કે શુભ પરિવારને પામીએ.
(એ ઢાલમાં શ્લોક ૨૨૫, અક્ષર ૧૨.)
૧૦૬
ઉ. યશોવિજયજીકત ૩૫૦ ગાથાના સ્તવનનો For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International