________________
--
'जह जलनिहिकल्लोलक्खोभमसहंता य बाहिरं पत्ता / मीणा अमुणियमुणिणो सारणपमुहाइ असहंता ॥ १ ॥ इति आचारांग पंचमाध्ययन चतुर्थोद्देशकवृत्तौ यथाजह सायरंमि मीणा, संखोहं सायरस्स असहंता । णिति तओ सुहकामी णिग्गयमित्ता विणस्संति ॥ १ ॥ एवं गच्छसमुद्दे सारणवीईहिं चोइया संता । णिति तओ सुहकामी मीणा व जहा विणस्संति ॥ २ ॥ ઇત્યાદિ ‘ઓનિર્યુક્તો.' [ગા. ૧૧૬,૧૧૭ ] [ગચ્છાચાર પયત્નો] ‘આચારાંગસૂત્ર’ વૃત્તિ, અધ્યયન ૫, ઉદ્દેશક ૪. ૯૩ [૫-૧૭]
સુ૦ સમુદ્રનો સંક્ષોભ ન સહેવાતાં માછલું સમુદ્રમાંથી બહાર તો નીકળે પણ જળની બહાર આવી જતાં જ દીનદુ:ખી બની જાય તેમ ગુરુનાં સારણ-વારણ આદિ ન સહેવાતાં સાધુ ગચ્છ બહાર નીકળે પણ પેલા મચ્છની જેમ દુ:ખી થાય.
કાક નર્મદાતટ જિમ મુકી, મૃગતૃષ્ણાજલિ જાતા રે, દુખ પામ્યા તિમ ગચ્છ તજીને, આપમતિ મુનિ થાતા રે.
બા૦ વલી દૃષ્ટાંત દેખાડઇ છઇં. જિમ નર્મદા નદીના કાંઠાના કાક ક૦ કાગડા તટ૦ તે નદીનો કાંઠો મૂકીને - છાંડીને મૃગતૃષ્ણાજલ ક૦ તે નદીને કાંઠે વેગલે પાણી સરીખું દીસે પણ પાણી હોય નહીં તે ભ્રાંતિરૂપ પાણી તે મૃગતૃષ્ણાજલ કહિð. તે જલની ભ્રાંતિ દોડતા એહવા જે કાગડા તે જિમ દુઃખ પામ્યા તિમ ક તે રીતે ગચ્છ જે સુવિહિત સમુદાય તે ત્યજીને આપમતિ ક૦ સ્વેચ્છાચારી મુનિ થાતા, ખેતલે તે કાગડા જિમ દુઃખ પામ્યા તિમ મુનિ પણિ સ્વેચ્છાચારી દુઃખ પામે. ૯૪ [૫-૧૮]
શ્રી જિન૦ ૯૪ [૫-૧૮]
સુ૦ વળી નર્મદા નદીનો કાંઠો મૂકીને મૃગજળની ભ્રમણાથી દોડતા કાગડા જેમ દુ:ખી થાય તેમ ગચ્છ ત્યજીને સ્વેચ્છાચારી બનતા મુનિ દુઃખ પામે.
૬૮
Jain Education International
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org