________________
રંવમ સને /
धीलक्ष्मीधृतिवाणीनां, निवासाय निसर्गतः।। लभते हृदयं तस्य, विपुलामिह वप्रमाम् ॥ १६ ॥ - બુદ્ધિ, લક્ષ્મી, વૈર્ય તથા સરસ્વતીને સ્વભાવથી જ રહેવા માટે તેમનું હૃદય વિસ્તારવાળી કિલ્લાની શોભાને અહીં મેળવે છે. अर्गलेवास्य शोभेते, नरकद्वारि गामिनाम् । जगति जंतुजातानां, भुजौ कजनिभावपि ॥ १७ ॥
આ મુનિરાજની કમલ સરખી પણ બન્ને ભુજાઓ, જગતમાં નરકાર પ્રતે ગમન કરનારા માણસના સમૂહને (અટકાવવાને) જાણે ભાગોલો હોય નહીં જેમ, તેમ શોભે છે. रेजुरंगुलयस्तस्य, प्रफुल्लपल्लवा इव । जगत्तापहराहत्य, धर्ममंदारशाखिनः ॥ १८ ॥
જગતના તાપને હરનારા એવા અરિહંત પ્રભુના ધર્મરૂપી કલ્પવૃક્ષના વિકસ્વર થએલા જાણે પલ્લવો જ હોય નહીં જેમ, તેમ તે મુનિરાજની આંગળીઓ શોભતી હતી. तस्योदरं च संसार, सर्पदर्पविदारकम् । रत्नत्रयप्रयुक्तं व, भाति तु त्रिवलिच्छलात् ॥ १९ ॥
ત્રણ વળીઓના મિષથી જાણે ત્રણ રનોથી યુક્ત થએલું હોય નહીં જેમ, તેમ સંસારરૂપી સર્પના અહંકારને વિદારનારું તેમનું ઉદર શોભે છે. गिरेस्तटमिवोद्भाति, मुनेरस्य कटीतटम्। मोहितजनमोहाख्य, दंतिदंतदरप्रदम् ॥
મોહિત કરેલા છે લોકોને જેણે એવા મોહ નામના હાથીના દાંતોને ભય આપનારું પર્વતની મેખલાનું જાણે તટ હોય નહીં, તેમ આ મુનિરાજનું કટીતટ શોભે છે. १ अगि गतौ 'ऋतन्यंजि' इत्युलिः ॥
Jain Education International
For Private & Personal Use Only
For Pri
www.jainelibrary.org