________________
૮૦
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। જે માણસોરૂપી ભમરાઓને (પક્ષે–માણસોની શ્રેણિને) સુખ આપનારો છે, તે જ ખરેખરો કમલોનો (પક્ષે–લક્ષ્મીનો) સમૂહ છે; પણ જેણે રાત્રિથી (પક્ષે–ગુસ્સાથી) સંકોચ ધારણ કરેલ છે, તે ખરેખરો કમલોનો (પક્ષેલક્ષ્મીનો) સમૂહ નથી. તે તો નામ માત્ર “કમલ” છે. विचिंत्यैवं हि भो भव्या, स्त्यक्त्वा कातरतामरम् । लभध्वं सततं यूयं, समताममतां तताम् ।। ८५॥
એમ વિચારીને હે ભવ્ય લોકો! તમો ખરેખર કાયરપણાને તુરત તજીને, હમેશાં વિસ્તારવાળી સમતાની મમતાને મેળવો. एवं तद्देशनाप्रांते, नरनारीसमुच्चयाः । निजं निजं निकायं ते, जगमुर्जिनमार्गगाः ।।८६ ॥
એવી રીતે તેમની દેશનાને અંતે, જિનમાર્ગમાં રહેલા પુરુષ અને સ્ત્રીઓના સમૂહો પોતપોતાને સ્થાનકે ગયા. गत्वाग्रतोऽथ तत्पार्श्वे, विधिना मुनिसंयुतः । आत्मारामो ननामैनं, धराविन्यस्तमस्तकः ।।८७ ।।
પછી આત્મારામજી પણ વિધિપૂર્વક (સાથેના) મુનિઓ સહિત અગાડી તેમની પાસે જઈને, પૃથ્વી પર મસ્તક નમાવીને તેમને નમસ્કાર કરતા હવા. दत्वाशीषं मुनींद्रोऽपि, पप्रच्छागमकारणम् । सोऽपि न्यवेदयत्सर्वं, स्वोदंतं नतिपूर्वकम् ।।८८ ।।
(ત્યારે) શ્રી બુદ્ધિવિજયજી મુનિરાજે પણ (તેમને) આશિષ દઈને (તેમના) આવવાનું કારણ પૂછયું, ત્યારે તે આત્મારામજીએ પણ નમસ્કારપૂર્વક પોતાનો સર્વ વૃત્તાંત નિવેદન કર્યો.
१. सुखपृच्छारूपद्वादशावर्तवंदनापूर्वकविधिनेति स्वोपज्ञटीकायाम् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org