________________
૭૦
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। समाधिस्वधुनीनीर, निर्मलीभूतदेहिनः । सुमनोभ्योऽपि जायंते, ते सदा हृदयप्रियाः ॥ ४५ ।।
સમાધિરૂપી દેવગંગાના પાણીથી નિર્મલ થએલા પ્રાણીઓ હમેશાં દેવો પ્રતે અથવા ઉત્તમ મનવાળા સજ્જનો પ્રતે પણ હંમેશાં વહાલા થાય છે. ये समाधिसुधाधारा, धरा धीरधुरंधराः । विषयान् विषतुल्यांस्ते, मत्वा मुंचंति दूरतः ॥ ४६ ।।
પૈર્યવાનોમાં અગ્રેસરી એવા જે માણસો સમાધિરૂપી અમૃતની ધારાને ધારણ કરનારાઓ છે, તેઓ વિષયોને ઝેર તુલ્ય જાણીને દૂરથી જ છોડી દીએ છે. (આ શ્લોકનું બીજું પદ ફક્ત “ધ” અને “ર” રૂપ બે જ અક્ષરોથી બનેલું છે.) देहाहितमनोहारि, समाधिरत्नकंबलाः । ते साधवो न धावंति, परान् सिचयसंचयान् ॥ ४७ ॥
શરીર પર ધારણ કરેલ છે મનોહર સમાધિરૂપી રત્નકંબલો જેઓએ, એવા તે (પ્રસિદ્ધ) સાધુઓ બીજાં વસ્ત્રોના સમૂહો પ્રતે દોડતા નથી; અર્થાત્ તેઓને લાલચ હોતી નથી. समाधिवीरुधाधारः, पतत्रीव पतत्रिभिः । अनंगमृगयोर्मुक्तै, र्मुक्तः प्राणैर्भवेन्न ना ॥४८ ।।
સમાધિરૂપી વૃક્ષના આધારવાળો પુરુષ, કામદેવરૂપી શિકારીનાં છોડેલાં બાણોથી પક્ષીની પેઠે પ્રાણોથી રહિત થતો નથી.
१. समाधिना तीर्थकरत्वं केवलित्वं वा प्राप्य भव्या निर्जरनिकरेभ्योऽपि पूजनीयत्वेन चित्तानंददायिनो भवंति । व्यंग्यार्थे त्वंभोजादिपुष्पेभ्योऽपि निर्मलत्वेन चित्तानंदकरा भवंतीति स्वोपज्ञटीकायाम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org