________________
ચતુર્થ: સń: ।
यतो देहो विना नेत्रं, विना क्षेत्रं यथा कृषिः । सर्वशास्त्रार्थबोधो हि तथा व्याकरणं विना ।। २३ ॥
કેમકે, નેત્ર વિના જેમ શરીર તથા ક્ષેત્ર વિના જેમ ખેતી, તેમ વ્યાકરણ વિના સર્વ શાસ્ત્રાર્થોનું જ્ઞાન ખરેખર (ફોકટ) છે. विचिंत्येति तदभ्यासो, रभसाकारि तेन वै । સાહસિન્હા વિનંવંતે, નો વાપિ સ્વર્ગસુ ।। ૨૪ ।।
એમ વિચારીને તેમણે તે વ્યાકરણનો અભ્યાસ તુરત કી લીધો; કેમકે સાહસિક માણસો પોતાના કાર્યોમાં કદાપિ પણ વિલંબ કરતા નથી.
६३
લવજીના કલ્પેલા લોકામતમાંથી ધર્મદાસ છીપા વગેરેએ કાઢયો છે. તોપણ તેમણે વિચાર કર્યો કે આ સમયે આખા પંજાબ દેશમાં પ્રાયઃ ઢુંઢકમતનું પરિબળ વધારે છે. અને હું એકલો શુદ્ધ શ્રદ્ધાન પ્રકટ કરીશ તો કોઈ માનશે નહિ. માટે અંદર શુદ્ધ શ્રદ્ધાન રાખી બાહ્ય વ્યવહાર ઢુંઢકોના જેવો રાખીને કાર્યસિદ્ધિ કરવી. અવસરે સર્વ સારું થશે. એ પ્રમાણે નિશ્ચય કરી આત્મારામજી ચોમાસા બાદ સરસેથી સુનામ થઈને કોટલે ગયા. ત્યાં લાલા કવરસેન તથા મંગતરાયને પોતાની અંતરંગ શ્રદ્ધા સમજાવી શ્રાવક કર્યા. પછી ત્યાંથી લુધીઆને ગયા. ત્યાં ગોધીમલ્લને પોતાની શ્રદ્ધામાં આણી ત્રીજો શ્રાવક કર્યો. ત્યાર પછી વિશ્નચંદજીએ અને તેમના શિષ્ય ચંપાલાલે શ્રી આત્મારામજીના મતની વૃદ્ધિ કરવામાં ઘણી મદદ કરી. તેથી દિન પર દિન તેમના મતના માણસોની સંખ્યા વધવા લાગી.
શ્રી આત્મારામજી લુધીઆનેથી જાલંધર ગયા. ત્યાં અજીવપંથી રામ
રતન વસંતરાય સાથે તેમને અજીવપંથ સંબંધી વાદવિવાદ થયો. તેમાં પાદરી તથા બ્રાહ્મણ પંડિતને મધ્યસ્થ સ્થાપ્યા હતા. અને ૨૭ શહેરોના શ્રાવકો એકઠા થયા હતા. આખરે શ્રી આત્મારામજીનો તેમાં જય થયો હતો. જાલંધરથી તેઓ અમૃતસર ગયા. ત્યાં અમરસિંઘનો તેમને મેળાપ થયો. તેમની સાથે કેટલીક ચર્ચા થઈ, પણ શ્રી આત્મારામજીનું કહેવું તેમણે સ્વીકાર્યું નહિ. અમૃતસરથી પાછા જાલંધરમાં થઈને સંવત ૧૯૨૩નું ચોમાસું હુશીઆરપુરમાં જઇ કર્યું. ત્યાંથી ચોમાસા બાદ વિહાર કરીને દિલ્હી તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org