________________
६२
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। एवं विचिंतयित्वाथ, तस्मिन् मौनमुपेयुषि । आत्मारामोऽपि दध्यौ च, चेतसि चकितश्चिरम् ॥ २१ ॥
હવે એમ વિચારીને તે ગુરુ જ્યારે મૌન રહ્યા, ત્યારે આત્મારામજી પણ ઘણો કાળ સુધી ચકિત થયા થકા મનમાં વિચારવા લાગ્યા કે, अथ व्याकरणस्याहं, विधास्येऽध्ययनं धुरि । धारयिष्यामि शास्त्रार्थान्, पश्चान्मे हितकाम्यया ॥ २२ ॥
હવે તો હું પ્રથમ વ્યાકરણનો અભ્યાસ કરીશ તથા પછી મારા હિતની ઈચ્છાથી હું શાસ્ત્રોના અર્થોને ધારણ કરીશ.
પુસ્તકને લગાડશો નહિ. એ વાત પ્રથમ તો તેમને રુચી નહિ, તોપણ આત્મારામજીનું મહાજ્ઞાન જોઇને તેમના જ અનુયાયી થઈને રહેવાનો તેમણે ઠરાવ કર્યો. પછી માલેરકોટલાથી તેઓ સર્વ રાયકોટ થઈને જગરાવા ગયા; ત્યાં રતનચંદજીના સ્વધામ ગયાના સમાચાર જાણી આત્મારામજીને શોક થયો. પણ તે શોક પોતાના જ્ઞાનબળથી સમાવીને ત્યાંથી લુધિઆને ગયા. ત્યાં શ્રાવક સેઢમલ્લ તથા ગોપીમલ વગેરેને અજીવપંથની શ્રદ્ધા છોડાવી પોતાના મતમાં લીધા. ત્યાંથી કોટલામાં જઈને સંવત ૧૯૨૧નું ચોમાસું કર્યું. ત્યાં આત્મારામજીએ ચંદ્રિકા, કોષ, કાવ્ય, અલંકારાદિ તથા થોડોક તર્કનો પણ અભ્યાસ કર્યો. ચોમાસા બાદ તેઓ લુધીઆને થઇને દેશુ નામે ગામમાં ગયા. ત્યાં એક યતિનાં પુસ્તકો પૈકી શ્રી શિલાકાચાર્ય વિરચિત શ્રી આચારાંગ સૂત્ર તેમને હાથ આવ્યું તેથી તેમને ઘણો આનંદ થયો. ત્યાંથી રાણીયા, રોડી અને સરસા વગેરે ગામોમાં વિચરી સંવત ૧૯૨૨નું ચોમાસું તેમણે સરસામાં જ કર્યું. ત્યાં કિશોરચંદજી યતિની પાસેથી શ્રી આત્મારામજી બેત્રણ જયોતિષ ગ્રંથો ભણ્યા. તેમજ વડગચ્છના રામસુખ યતિની પાસથી તથા ખરતરગચ્છના યતિ મોતીચંદની પાસેથી સાધુ શ્રાવકનું પડિક્કમણું તથા તેના વિધિનાં પાનાં લાવીને જોયાં, તો ઢંઢક પડિક્કમણું અને તેનો વિધિ તેમને તેથી ઉલટો જણાયો. અન્ય પણ કેટલાંક પુસ્તકો લાવીને જોયાં. તથા આચારાંગ સૂત્ર વૃત્તિની પણ સ્વાધ્યાય કરી. તેથી તેમને નિશ્ચય થયો કે, ઢુંઢકમત અસલ જૈન મત નથી. પરંતુ લંકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org